અમદાવાદ : વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અવસાનના કારણે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. તેમનું સવારે 09.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાં સીએમ અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ સીધા જ ગાંધીનગર કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેઓએ કેશુબાપાને શ્રદ્ધાંજલી અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ તેઓ નરેશ કનોડિયાના નિવાસ સ્થાનો પહોંચ્યા. અહીં તેમણે મહેશ અને નરેશ કનોડિયા બેલડીને શ્રદ્ધાંજલી પાઠવી હતી, પરિવારને સાંત્વના પાઠવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતીઓને કંઇક નોખુ જ જોવે ! આ ટેણીયાએ બનાવી નાખી અનોખી નેચરલ સાયકલ

જો કે હિતુ કનોડિયાના દીકરા રાજવીરનો કાન પણ ખેંચ્યો હતો. પીએમ જ્યારે પણ કોઇ બાળકને મળે છે ત્યારે કાન ખેંચતા હોય છે. આ અગાઉ તેઓ અક્ષય કુમારના દીકરા આરવથી લઇને જસ્ટીન ટ્રુડોના દીકરાનો કાન પણ તેઓ ખેંચી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ આશીર્વાદ આપવાની સાથે કાન ખેંચે છે. કાન ખેંચવાનો જવાબ ભારતીય ગ્રંથોમાં મળે છે. જ્યારે કોઇ વ્યક્તિનો કાન ખેંચવામાં આવે તેનું મગજ વધારે સતેજ થાય છે. તેની એકાગ્રતામાં વધારો થાય છે અને સ્મરણશક્તિ પણ વધે છે. તમિલનાડુના કેટલાક મંદિરોમાં ગણેશજીની મુર્તિ સમક્ષ બાળકોને કાન પકડીને ઉઠક બેઠક કરાવાય છે. 


અર્થાત: PM મોદીએ લોકાર્પણ કરેલા આરોગ્ય વન, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની શું છે ખાસિયતો

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાઓમાં પણ જ્યારે બાળકને કોઇ સજા આપવાની હોય ત્યારે શિક્ષકો દ્વારા કાન પકડીને આમળવામાં આવતા હતા. આ બાળકો માટે તો સજા હતી પરંતુ તેની પાછળ મોટુ વિજ્ઞાન હતું. શિક્ષકો જાણતા અજાણતામાં બાળકની એકાગ્રતા અને સ્મરણશક્તિ વધે તેવો પ્રયાસ કરતા હતા. કાનની નીચેના ભાગમાં મગજ સાથે જોડાયેલો એક્યુપ્રેશન પોઇન્ટ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Why Prime Minister Modi pulls children's ears