best places to visit thailand : થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે. થાઈલેન્ડ માટે આ પ્રવાસન ઉદ્યોગ પણ નફાકારક સાબિત થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતીઓને એકમાત્ર થાઈલેન્ડ જવા માટે સસ્તા પેકેજ ટુર મળી રહે છે. એક રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડ વિદેશી પર્યટકોની કમાણીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. અને ભારતીયોના કારણે થાઈલેન્ડને આ સ્થાન મળ્યું છે. જો આ પ્રકારે થાઈલેન્ડમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો રહેશેતો તે વિશ્વમાં પ્રથમ સ્થાન પર જલ્દી જ આવી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે. કહેવાય છે કે, આ સુંદર દેશ કોઈ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો. આ દેશને લેન્ડ ઓફ સ્માઈલ એટલે કે, સ્માઈલ આપનારો દેશ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ ગુજરાતીઓમાં વેકેશનની વાત આવે છે ત્યારે હંમેશા દરેક લોકોના મોઢે થાઈલેન્ડનું નામ જ આવે છે. ત્યાંની પ્રાકૃતિક સુંદરતા, પ્રાચીન મંદિર, સ્વાદિષ્ટ ખાવાનું અને નાઈટ લાઈફ સહેલાણીઓને પોતાના તરફ ખેંચે છે. થાઈલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો. જ્યાં બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની પણ મજા ઉઠાવી શકો છો. 


થાઈલેન્ડના પર્યટનમાં તેજી લાવવામાં ભારતીયોનો ફાળો સૌથી વધુ છે. ભારતીયોને થાઈલેન્ડ પહોંચવુ પણ સરળ છે. ઓછા સમયમાં થાઈલેન્ડમા પહોંચી શકાય છે. થાઈલેન્ડના સુંદર બીચ ભારતીયોને પોતાની તરફ આકર્ષે છે. નવી દિલ્હીથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક માટે સરળતાથી ફ્લાઈટ મળી રહે છે. જેના માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગે છે. 


ગમે તેવી આફતમાં પણ ગુજરાતના આ મંદિરમાં ચાલુ રહે છે રામધૂન, ભૂકંપ-વાવાઝોડામાં ન અટકી


સાથે જ થાઈલેન્ડ સસ્તું પણ છે. તો યુરોપિયન દેશો તથા અન્ય દેશો ભારતીયોના ખિસ્સાને પરવડે તેમ નથી. તેથી થાઈલેન્ડ તેમના માટે મજબૂત ઓપ્શન છે. એટલુ જ નહિ, ભારતીયો માટે થાઈલેન્ડના વીઝા મેળવવા પણ સરળ છે. ઓનલાઈન અરજી કરીને વીઝા મેળવી શકાય છે. આવા અનેક કારણો છે કે ભારતીયો થાઈલેન્ડ તરફ આકર્ષાય છે, પરંતુ તેમાં સૌથી વધુ ગુજરાતીઓ મોખરે હોય છે. 


ત્યારે આજે અમે તમને આ સંદર મુલ્કના અમુક શાનદાર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જણાવીએ, જ્યાં તમે ફરી શકો છો.


બેંકોકઃ
બેંકોક ન માત્ર થાઈલેન્ડની રાજધાની છે પણ એક સુંદર શહેર પણ છે. આ સુંદરતા ફરાયા નદીના કિનારે છે. એટલા માટે ત્યાં તમે રિવર ક્રૂઝની મજા ઉઠાવી શકો છો. આ શહેરમાં ટૂરિઝમ માટે ઘણા ઓપ્શન છે. જેમાં ગ્રેંડ પેલેસ, વાટ ફો, લુમ્ફિની પાર્ક, ફ્લોટિંગ માર્કેટ, એશિયાટેકનો સમાવેશ થાય છે.


પટ્ટાયાઃ
જે તમારે સુંદર બીચ ડેસ્ટિનેશન ફરવું છે તો થાઈલેન્ડના પટ્ટાયા જરૂરથી જાઉં. પહેલાં અહીંયા એક ફિશિંગ ગામ હતું પરંતુ હવે દુનિયાનું સૌથી પોપ્યૂલર બીચ ડેસ્ટિનેશન છે. ત્યાં ઘણી લગ્ઝરી રેસ્ટોરેન્ટ અને ઘણા સુંદર બીચ છે. જ્યાં તમે તમારા પાર્ટનર અને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો. જ્યાં તમને શાનદાર થાઈ ફૂડની પણ મજા લઈ શકો છો. તે બેંકોકથી લગભગ 150 કિલોમીટરની દૂરી પર છે.


દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્રએ બાલા હનુમાન મંદિરમાં દર્શન કર્યાં, PHOTOs


ચ્યાંગ રાયઃ
ચ્યાંગ રાય મ્યાંમાર અને લાઓસની બોર્ડ વસેલું સુંદર શહેર છે જે પહાડો વચ્ચે વસેલું છે. જ્યાં તમે ટ્રેકિંગ કરી શકો છો અને ઘણા સુંદર વોટરફોલ જોઈ શકો છો. ત્યાંના લામ નામ કોક નેશનલ પાર્કમાં ઘણી એક્ટિવિટી કરી શકો છો. ત્યાં તમે જનજાતીયો ગામમાં ફર શકો છો. 


સુખોથાઈઃ
સુખથાઈ થાઈલેન્ડનું ખુબ જ સુંદર શહેર છે. જ્યાં ખુબ જ જૂનું પાર્ક છે જે યૂનેસ્કોની યાદીમાં શામેલ છે. શહેરની જૂની દિવાલોથી ઘેરાયેલું પાર્ક 13મી સદીના સુખથાઈ સામ્રાજ્યના ખંડરોને પોતાનામાં સમાવી લે છે. ત્યાં 193 ખંડર છે જે મંદિરો, મહેલો અને સ્તૂપોનું મિશ્ર છે.


કરાબીઃ
કરાબી એક એવી શાનદાર જગ્યા છે જે દુનિયાભરમાં ફેમસ છે. ત્યાંનો સુંદર પ્રાંત 200થી વધુ દ્વિપોનો બનેલો છે અને એશિયાના અમુક સુંદર સમુદ્ર તટોમાંથી એક છે. જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને સમય વિતાવો છે. ત્યાંનું સ્ટનિંગ રેલય બીચ પોતાની પ્રાચીન ગુફાઓ માટે લોકપ્રિય છે. ફી ફી આઈલેન્ડ પણ આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં તમે બોટિંગ કરી શકો છો અને વોટરફોલનો આનંદ લઈ શકો છો.