વિદ્યા સહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5% નો લાભ મળશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
વિધવા બહેનોને વિદ્યા સહાયકની ભરતીમાં લાભ મળે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે.
ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની જાણકારી રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી છે. જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને કહ્યું કે વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 ટકાનો લાભ આપવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ આપેલી માહિતી પ્રમાણે વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 ટકાનો લાભ આપવામાં આવશે. ટેટ-1, ટેટ-2 પાસ વિધવા બહેનોને વિદ્યાસહાયક ભરતીમાં વધારાના 5 ટકા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના 50 ટકા અને શૈક્ષણિક લાયકાતના આધારે મેળવેલ ગુણના 50 ટકાને ધ્યાને લઈને વિદ્યાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલા કુલ મેરીટમાં વિધવા ઉમેદવારોને વધારાના 5 ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube