અમદાવાદ : પતિએ લાઇટ બિલ ન ભર્યું તો કનેક્શન કપાયું, ઉશ્કેરાયેલી પત્નીએ દસ્તા વડે પતિને ફટકાર્યો હોવાની વિચિત્ર ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જો કે આમા બીજી ચોંકાવનારી બાબ એ સામે આવી છે કે ન માત્ર પત્નીએ પરંતુ પુત્રીએ પણ પિતાને ફટકાર્યા હતો. જેના પગલે તેના પિતાએ પોલીસની મદદ લેવી પડી હતી. 
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શહેરના નરોડા પોલીસ સ્ટેશનમ એક પતિએ પત્ની અને દીકરી સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, સમયસર લાઇટ બિલ ન ભરતા કનેક્શન કપાઇ ગયું હતું. જેથી મોડી રાત્રે આ મામલે પત્ની સાથે પતિને તકરાર થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિને દસ્તા વડે ફટકારતા તેને માથામાં સાત ટાંકા આવ્યા હતા. ઉપરાંત દિકરીએ પણ કપડાં ધોવાના ધોકેણા વડે પિતા પર હુમલો કર્યો હતો. આ મામલે પતિએ પત્ની અને દિકરી સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે સર્વેમાં મોડુ કરીને માત્ર વિમા કંપનીનું હિત સાચવ્યું, RTO ભ્રષ્ટાચારનું સૌથી મોટુ હબ


નરોડા સજ્જન પાર્ક સોસાયટી ખાતે ભુપેન્દ્ર બાબુલાલ લેઉઆ તેમની પત્ની અને સંતાન સાથે રહે છે. તેઓ ગાડીમાં એલઇડી બલ્બનું વેચાણ કરી ગુજરાન ચલાવે છે.  થોડા સમયથી ધંધામાં મંદી હતી. જેથી ચાર મહિનાથી લાઇટનું બિલ ન ભરતા ઇલેક્ટ્રીક કંપનીએ વીજ કનેક્શન કાપી કાઢ્યું હતું. જેથી તેઓ ગઇકાલે જલદી પરવારી સુઇ ગયા હતા. જો કે, રાત્રે દોઢ વાગ્યે પત્ની સંગીતા ઉઠી હતી અને તેણે પતિને જગાડી કહ્યું હતું કે, તમે કેમ લાઇટ બિલ નથી ભર્યું, તેથી પતિએ જણાવ્યું હતું કે, લાઇટ બિલ ભરવા ગયો હતો પરંતુ દેવ દિવાળીની રજા હોવાથી ભરાયું નથી. 


કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો, સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર વરસાદી માહોલ


25 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ થઈ જશે બંધ, આ રહ્યું લિસ્ટ...


ભુપેન્દ્ર ભાઇના જવાબથી ઉશ્કેરાયેલી પત્નીએ જણાવ્યું હતું કે, પંખો ન થતો હોવાથી મચ્છર કરડે છે અને ઉંઘ નથી આવતી. જેથી પતિએ પત્નીને જણાવ્યું હતું કે, મચ્છર કરડતા હોય તો મારા રૂમમાં આવી સાથે સુઇ જાવ અથવા કેરોસીન છાંટી પોતા મારો. પતિની આવી વાત સાંભળી પત્ની સંગીતા ઉશ્કેરાઇ હતી અને ગાળો બોલવા લાગી હતી. પતિએ ગાળો ન બોલવા જણાવતા તે રસોડામાં જઇ દસ્તો લઇ આવી હતી અને પતિની છાતી પર બેસી દસ્તાના ચાર પાંચ ફટકા માંથામાં મારી દીધા હતા. 


સરકારી શાળાના વિદ્યાર્થીઓ 100 દિવસ સુધી 1 કલાક મોટેથી વાંચશે, જાણો કેમ


 


પતિ લોહીલુહાણ થતા તેને પત્નીને ધક્કો મારતા તે નીચે પડી ગઇ હતી. આ દરમિયાન પુત્રી ચિતલ જાગી ગઇ હતી અને માતાને નીચે પડેલી જોઇ પિતા પર કપડાં ધોવાના ધોકેણા વડે માર માર્યો હતો. આ દરમિયાન બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. તેમને પતિ પત્ની અને દિકરીને છુટા પાડ્યા હતા. આ દરમિયાન લોહીલુહાણ હાલતમાં પતિને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને માથામાં સાત ટાંકા આવતા તેને પુત્રી અને પત્ની સામે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.