ઉદય રંજન, અમદાવાદઃ સમાજ માટે લાલબત્તી સમાન એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં પત્નીએ અઢી વર્ષથી પતિ સાથે શારીરિક સંબંધ ન બાંધતા પતિ હેવાન બની ગયો હતો. પતિએ પતાની હસવ પૂરી કરવા માટે 
ઘરે એકલી રહેલી આઠ વર્ષની બાળકીને આઇસ્ક્રીમ ખવડાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. હવે હેવાન પિતાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી હેવાન પિતા અને તેની બાળકી ઘરે એકલા હતા તે સમયે હેવાન પિતાએ દુષ્કર્મ આચર્યુ હતું. પિતાએ આ હરકત કર્યા બાદ બાળકીએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા. જ્યાં બાળકીની તબિયત બગડી હોવાનું પિતાએ કહેતા તેની માતાને પણ બોલાવી હતી. બાદમાં ડોક્ટરને બોલાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતા બાળકીના સંબંધો પર લાગ્યું કલંક
એક પિતાએ હવસ પૂરી કરવા બાળકીને પીંખી નાખી. માનસિક વિકૃત પિતાની પોલીસે ધરપકડ કરી છે. ઘટના એમ હતી કે આરોપી ઘરે હતો ત્યારે તેની આઠ વર્ષની દીકરી પણ ઘરે એકલી હતી. આરોપીની પત્ની તેની માતા સાથે હોસ્પિટલમાં હતી. તે સમયે આરોપીએ તેની દીકરીને આઈસ્ક્રીમ ખવડાવ્યો. બાદમાં તેને ફોસલાવી અને તેની પર દુષ્કર્મ આચર્યું. બાળકીને દુખાવો થતાં અને તેની તબિયત બગડી તેણે બૂમાબૂમ કરી હતી. જેથી આરોપીએ બાજુમાં રહેતી એક મહિલાને બોલાવી હતી. જેથી મહિલાએ બાળકીની માતાને જાણ કરી. માતા ઘરે આવી અને બાદમાં આરોપી પતિ સાથે બાળકીને લઇને હોસ્પિટલ ગઇ હતી. ત્યાં ડોક્ટર ચેકઅપ કર્યું તો દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું. દીકરીની માતાએ તેની બાળકીને પૂછ્યું તો તેણે તેના જ પિતાનું નામ આપ્યું અને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હેવાન પિતાની ધરપકડ કરી છે.


આ પણ વાંચો- Breaking News: વિદ્યાસહાયકો માટે મોટા સમાચાર, ભરતી માટે ફાઇનલ મેરિટ થયું જાહેર


પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. પણ સાથે એક એવી ચોંકાવનારી વાત કરી કે પોલીસ પણ તે વાત સાંભળી લાલચોળ થઈ ગઈ. જી હા આરોપીએ કબૂલાત કરી કે તેને તેની પત્ની સાથે અઢી વર્ષથી શારીરિક સંબંધ બંધાયા ન હોવાથી વિકૃત થઈ ગયો હતો. અને બાળકી તે સમયે ઘરે એકલી હોવાથી તેને પર તેણે દુષ્કર્મ આચર્યું હતું.


હાલ પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી સાયન્ટિફિક અને મેડિકલ પુરાવા એકત્રિત કરી યોગ્ય સજા થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે વાલીઓ માટે લાલબત્તી કિસ્સામાં પોલીસ પણ સલાહ આપે છે કે બાળકોને એકલા મૂકવા નહિ. તેમાંય ખાસ નજીકની કોઈ વ્યક્તિના ભરોસે જ બાળકો રાખવા હિતાવહ છે.


આ પણ વાંચોઃ ગુજરાતમાં મહિલાઓ પર ઘરેલું હિંસાના કેસમાં 35 ટકાનો વધારો, આ છે ચોંકાવનારા આંકડા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube