સુરત :સુરતમાં આત્મહત્યાનો એક અજીબ કિસ્સો બન્યો છે. જેમાં એક શખ્સે ગૌમાંસ ખાવાને કારણે આત્મહત્યા કરી છે. યુવકે સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો કે, તેની પત્ની અને સાળાએ તેને ગાયનું માંસ ખવડાવી દીધું. જેથી તેણે આવુ પગલુ ભર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, 27 વર્ષીય રોહિત સિંઘ ઉધનાના બીઆરસી ડાઈંગ મિલમાં નોકરી કરે છે. નોકરી કરતા સમયે તેને સોનમ અલી નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થયો હતો. મુસ્લિમ યુવતીના પરિવારજનોએ આ લગ્ન માટે વાંધા ઉઠાવ્યા હતા અને લગ્ન માટે લગ્નની ના પાડી હતી. પરંતુ તેઓ બાદમાં એક શરતે લગ્ન કરવા માન્યા હતા કે, રોહિત સિંઘે પત્ની સાથે અલગ રહેવુ પડશે. તેથી રોહિત સિંઘ સોનમ સાથે અલગ રહેતો હતો અને તેણે પરિવાર સાથે સંબંધ પણ તોડ્યો હતો. 


આ પણ વાંચો : PAAS ની મોટી જાહેરાત, હવે પાટીદાર આંદોલનના નેતાઓ લડશે ચૂંટણી


બીજી બાજુ, 27 જૂનના રોજ રોહિત સિંધે પોતાના ઘરે બપોરના સમયે આપઘાત કર્યો હતો. ત્યારે રોહિત સિંઘના પરિવારને પણ આ વાતની જાણ કરાઈ ન હતી. ઘરના મકાન માલિક પાસેથી રોહિતના અગ્નિસંસ્કાર કરાવ્યા હતા. રોહિત સિંઘના મોતના સમાચારથી તેનો પરિવાર અજાણ હતો. બે મહિના બાદ પરિવારજનોને રોહિતના મોતના સમાચાર મળ્યા હતા. જેના બાદ પરિવારે તપાસ કરતા જાણવા મળ્યું કે, સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૃતકે પોતે લખેલી સ્યૂસાઈડ નોટ મૂકી હતી. જેમાં પોતાના મોત માટે પત્ની અને સાળો જવાબદાર હોવાનું જણાવ્યું. 


આ પણ વાંચો : કોળિયાકના દરિયામાં કરૂણાંતિકા : ભાદરવી સ્નાન માટે ગયેલા યુવકો ડૂબ્યા


મૃતકે સ્યૂસાઈડ નોટમાં લખ્યુ હતું કે, પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગાયનું માંસ ખવડાવી દીધું હતું. જેના કારણે આ પગલું ભર્યું છે. જેના બાદ યુવકના માતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે યુપીના રહેવાસી પત્ની સોનમ જાકીર અલી અને તેનો ભાઈ મુક્તાર અલી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.