પતિ પત્ની ઔર વો: બે લગ્ન પછી પણ ત્રીજી યુવતી સાથે સંબંધ, રંગેહાથ ઝડપાતા પડ્યું ભારે
શહેરના પોશ વિસ્તારમાં રહેતા આશિષ અરોરા નામના એક યુવક સામે અન્ય યુવતી સાથે સંબંધ હોવાની પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદન નોંધવામાં આવી છે.
જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાંથી પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક યુવકે બે બે લગ્ન કરી ત્રીજી સ્ત્રી સાથે રહેતો હતો. પ્રેમિકાને પૈસા આપવા માટે યુવક ઘરમાંથી પણ ચોરી કરી હતી. પત્નીને પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાના જાણ થતા પતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને મહિલાએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વધુમાં વાંચો: પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઇન્કરા, માત્ર PM મોદી માટે કરશે પ્રચાર
શહેરના પોશ વિસ્તારમાં રહેતા આશિષ અરોરા નામના એક યુવક સામે અન્ય યુવતી સાથે સંબંધ હોવાની પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદન નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આશિષ અરોરા નામના યુવકે બે બે લગ્ન કર્યા હોવા છતાં તે અન્ય ત્રીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધમાં હતો. તે પ્રેમિકાને પૈસા આપવા માટે ઘરે જુઠ્ઠુ બોલી તેમજ બે વખત ઘરમાંથી પણ ચોરી કરી હતી.