Ahmedabad News : અમદાવાદના એક દંપતી વચ્ચેના ડિવોર્સનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં પત્નીએ પતિના કાળા કારનામાનો પર્દાફાશ કોર્ટ સામે કર્યો હતો. ટોચની કંપનીમાં ઉંચા પગારદારે નોકરી કરતા પતિ તેની પત્નીને ભરણપોષણ આપતો ન હતો. તેથી પત્નીએ પતિના અન્ય સ્ત્રીઓ સાથેના લફરાને પકડીને તેના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના વતની યુવક ટોચની ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ તરીકે નોકરી કરે છે. તેના લગ્ન અમદાવાદની ડાયટેશિયન સાથે થયા હતા. લગ્ન બાદ તેમને સંતાનમાં બે દીકરીઓ છે. ત્યારે પતિના અન્ય સ્ત્રીઓ સાથે લફરા હોવાથી પત્ની પતિથી અલગ થઈ ગઈ હતી. એક દિવસે પતિ પત્ની તથા દીકરીઓને છોડીને અડધી રાતે ઘરમાંથી ભાગી ગયો હતો. અલગ રહેવા ગયા બાદ તે પત્ની તથા દીકરીઓને ભરણપોષણનો એક પણ રૂપિયો ચૂકવતો ન હતો. 


અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ દુર્ઘટનામાં વધુ એક મોટી ખબર, હજી બે ગુજરાતી લાપતા છે


બીજી તરફ, પત્નીએ જાતે પતિના બીજે અફેરને પકડી પાડ્યો હતો અને તેના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. પતિના કંપનીમાં કામ કરતી અન્ય યુવતી સાથેના લફરાને લોકોની સામે લઈ આવી હતી. પરંતુ તે કંપનીએ પતિને નોકરી પર યથાવત રાખ્યો હતો, અને અન્ય સ્ત્રીને નોકરી માંથી હાંકી કાઢી હતી. પતિને રોજ નવીનવી છોકરી સાથે સંબંધ રાખી તેમની સાથે ફરતો હતો. 


પત્નીએ કોર્ટમાં આક્ષેપ કર્યા કે, તેનો પતિ તેની બે દીકરીઓની હાજરીમાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. એટલુ જ નહિ, તે ટ્રેનની મુસાફરીમાં પણ પારકી સ્ત્રીઓ પ્રત્યે નજર બગાડતો હતો. આમ, અનેક પુરાવા કોર્ટમાં રજૂ પણ કર્યાં. 


આજે હનુમાન જયંતીએ સાળંગપુરમાં ભવ્ય ઉત્સવ, 54 ફૂટના ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ થશે