પત્નીના પ્રેમીએ પતિનું કર્યું અપહરણ કરી માર માર્યો, પોલીસે રાજસ્થાનથી કરી આરોપીની ધરપકડ
અમદાવાદમાં એક યુવકનું અપહરણ કરી માર મારનાર આરોપીની ધરપકડ પોલીસે રાજસ્થાનથી કરી છે. અનૈતિક સંબંધમાં પતિનું અપહરણ કરી માર માર્યો હતો. આરોપી વ્યક્તિ પરીણિત મહિલા સાથે છેલ્લા કેટલાક સમયથી આડા સંબંધમાં હતો.
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના પ્રેરણા તીર્થ દેરાસર નજીક એક યુવકનું અપહરણ કરીને પાંચ લોકોએ હુમલો કર્યો હતો. પત્નીના પ્રેમી અને તેના પરિવારે હુમલો કરતા પોલીસે એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પત્નીને ભગાડી અનૈતિક સંબંધ રાખતા પતિએ સમાજમાં રજૂઆત કરતા અદાવત રાખી તેને માર મારવામાં આવ્યો હતો.
શું છે ઘટના
ઘટના એવી છે કે મૂળ રાજેસ્થાનના અનીલ લબાના અમદાવાદમા આનંદનગરમા રહે છે અને ઓલા-ઉબેરમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. અઢી વર્ષ પહેલાં અનીલ લબાનાની પત્ની વર્ષા તેના પ્રેમી સાથે એક દિકરાને લઈને નાસી ગઈ હતી. આ પ્રેમી આરોપી પ્રિતેશ લબાના હોવાનુ જાણવા મળ્યું છે. આરોપી પ્રિતેષ કુટુંબમા માસીના દિકરાનો દિકરો હોવાથી અનીલે પોતાના સમાજમા પત્ની સાથેના ફોટો વાયરલ કરીને રજૂઆત કરી હતી. જેની અદાવત રાખીને આરોપી પ્રિતેષ લબાના અને તેના પરિવારના સભ્યોએ અનીલનુ અપહરણ કરીને રાજેસ્થાન લઈ ગયા અને માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો. આ હુમલામા પ્રિતેશનો પિતા શંભુ લબાના પણ સંડોવાયેલો છે. જે રાજેસ્થાનનો બુટલેગર હોવાના આક્ષેપો પરિવારે કર્યા છે. આ બુટલેગરથી ડરીને પરિવાર અમદાવાદ આવી ગયો.. અને આનંદનગર પોલીસ સ્ટેશનમા અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ અલગ ભીલીસ્તાનની માંગ કેમ? આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યા તેના અનેક કારણ
અનીલ લબાના અને વર્ષાના લગ્ન 2006મા સમાજના રીતિ-રિવાજથી થયા હતા. તેમના 4 સંતાન છે. રાજસ્થાન ના ડુગંરપુરમા બાંદેલા ગામના વતની અનીલભાઈ પરિવારનુ ગુજરાન ચલાવવા કામ ધંધો કરવા રાજસ્થાનથી અમદાવાદ આવી ગયા હતા. જયારે પત્ની વર્ષા અને સંતાનો વતનમા રહેતા હતા. 2020ના હોળીના પ્રસંગે અનીલભાઈની પત્ની વર્ષા એક બાળકને લઈને પ્રેમી સાથે નાસી ગઈ હતી. અનીલભાઈએ શોધખોળ કરતા પત્નીના વોટ્સએપ ડીપીમા પ્રિતેશ અને વર્ષાના ફોટો જોયા. જેથી પ્રિતેષ જ પત્નીનો પ્રેમી હોવાની શંકા ગઈ હતી.
પ્રિતેશની પુછપરછ કરતા તેણે આ વાત નકારી દીધી હતી. અઢી વર્ષથી પત્ની અને એક બાળક ગાયબ હતા.. જેથી અનીલભાઈએ સમાજના વડીલોને ફોટા બતાવીને રજૂઆત કરી. જેની જાણ પ્રિતેશ અને તેના પિતા શંભુ લાબાનાને થઈ હતી. અનીલને શબક શિખવાડવા અમદાવાદથી અપહરણ કરીને ડુંગરપુર લાવીને ખુબ જ માર માર્યો હતો. આ ઘટનાને લઈને આનંદનગર પોલીસે અપહરણ અને મારામારીનો ગુનો નોંધીને પ્રિતેશ લબાનાની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મનપાના ઉચ્ચ અધિકારીઓએ રાત્રે પણ કરવું પડશે કામ, કમિશનરે આપ્યો આકરો આદેશ
અપહરણ કેસમા પકડાયેલા આરોપી રાજેસ્થાના મોટા બુટલેગર હોવાના આક્ષેપો પરિવારે કર્યા છે. અને આરોપીઓ તેમની હત્યા કરી નાખશે તેવી દહેશત પણ વ્યકત કરી છે. હાલમા આનંદનગર પોલીસે પિતા-પુત્ર પ્રિતેશ અને શંભુ લબાના, વીકી લબાંના સહિત પાંચ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધીને અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube