માંગો ત્યારે હરણનું માંસ મળી જશે... બહુમુલા ચોસિંગા હરણની તસ્કરીનો થયો પર્દાફાશ
તાપી જિલ્લો એ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં શિડ્યુલ-1માં આવતા પ્રાણીઓ જોવા મળે છે. વનવિભાગે શિડ્યુલ-1માં આવતા ચોસિંગા હરણના 2 બચ્ચાની તસ્કરી કરતા એક આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
નરેન્દ્ર ભૂવેચિત્રા/તાપી :તાપી જિલ્લો એ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં શિડ્યુલ-1માં આવતા પ્રાણીઓ જોવા મળે છે. વનવિભાગે શિડ્યુલ-1માં આવતા ચોસિંગા હરણના 2 બચ્ચાની તસ્કરી કરતા એક આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
33 ટકા જંગલ વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં શિડ્યુલ-1 ની શ્રેણીમાં આવતા દીપડા, હરણ, ચોસિંગા હરણ સહિતના પ્રાણી ઓ વસવાટ કરતા હોય છે, અને જેની દેખરેખ કરવાની સંપૂર્ણ જવાબદારી વન વિભાગની હોય છે. વન વિભાગે ચોસિંગા હરણની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. વનવિભાગ દ્વારા 2 ચોસિંગા હરણના બચ્ચાંનું રેસ્ક્યુ કરી તેમને વનવિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. આ ગુનાહિત પ્રવૃત્તિમાં આરોપી ભીમસિંગ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. જેના ત્રણ દિવસના રિમાન્ડ વન વિભાગ દ્વારા માંગવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીને જામીન મુક્ત કર્યો છે. પરંતુ અલગ અલગ મુદ્દે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે તેવુ તાપી જિલ્લાના સીસીએફ સચિન ગુપ્તાએ જણાવ્યું.
આ પણ વાંચો : અમદાવાદમાં અતિ મોટો કોરોના વિસ્ફોટ, માત્ર 14 દિવસમાં વાયરસે કહેર વરસાવ્યો
તાપી જિલ્લામાં દુર્લભ પ્રાણીઓનો વસવાટ હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં દુર્લભ એવા ચોસિંગા હરણની તસ્કરીનો પર્દાફાશ થયો છે. ખેરવાડાના ગામતળાવ ફળિયામાં અતિદુર્લભ હરણ મળતું હોવાની માહિતી જિલ્લા ડીસીએફને મળી હતી. જેથઈ તેમણે ટીમ બનાવીને રેડ પાડી હતી. જેમાં બે હરણના બચ્ચા મળી આવ્યા હતા. જે 5-5 હજારના એમ કુલ 10 હજારની કિંમતમાં વેચાવાના હતા. આ બચ્ચા માંડ 6 મહિનાના હતા. સાથે જ ગેરકાયદેસર રીતે હરણના બચ્ચાની તસ્કરી કરનાર શખ્સની પર ધરપકડ કરવામા આવી છે.
આ પણ વાંચો : અજીબ ઘટના : રમત-રમતમાં બાળકના નાકમાં ફસાયો મેટલનો બોલ્ટ, શ્વાસ લેવાથી ઊંડે ઉતર્યો...
આ હરણ ચોસિંગા પ્રજાતિના છે. હરણનાં આ બચ્ચાં નૉનવેજ શોખીનોની મિજબાની માટે વેચવામાં આવતા હતાં. થોડા રૂપિયાની લાલચ માટે આ આરોપી જંગલમાઁથી હરણ લાવી આપતો હતો, જેને નોનવેજના શોખીને માણતા હતા. શિડ્યૂલ 1ના પ્રાણીને મારવા કે તસ્કરી કરતાં ઝડપાયેલી વ્યક્તિને ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઈ વન્યજીવો સુરક્ષા ધારા 1972 મુજબ રાખવામાં આવી છે, સાથે ઓછામાં ઓછો 10 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે.