ઝી બ્યુરો/અમદાવાદ: 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. આ વચ્ચે ટ્વિટર પર એક ટ્વિટથી કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ અહમદ પટેલની ગુજરાત બીજેપી અધ્યક્ષની સાથે એક તસવીર સામે આવી છે, જેના કારણે ગુજરાતની રાજનીતીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુદ ફૈઝલ અહમદ પટેલે ટ્વિટર પર આ ફોટો શેર કર્યો છે. તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે છેલ્લા કેટલાંક વર્ષોથી પાટિલજીની સાથે વાતચીત કરી રહ્યો છું. ફૈઝલ અહમદ પટેલની આ તસવીર સામે આવ્યા બાદ ગુજરાતની રાજનીતિમાં અલગ અલગ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે ફૈઝલ અહમદ પટેલ ટૂંક સમયમાં બીજેપીમાં જોડાઈને કેસરિયો કરી શકે છે.



પહેલા પણ કેજરીવાલ સાથે તસવીરોને લઈને ચર્ચામાં આવ્યા હતા ફૈઝલ
એવું નથી કે ફૈઝલ પહેલીવાર તસવીરોને લઈને લાઇમલાઇટમાં આવ્યા હોય. અગાઉ પણ તેઓ અરવિંદ કેજરીવાલ સાથેની તસવીરને લઈને ચર્ચામાં આવ્યા હતા. તે સમયે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ફૈઝલ હવે અરવિંદ કેજરીવાલ સાથે જવા જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. ફૈઝલે પોતાના ટ્વીટમાં અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા હતા. 


તેમણે લખ્યું, "આખરે અમારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જીને મળીને ગર્વ અનુભવું છું! દિલ્હીના રહેવાસી તરીકે, હું તેમની કાર્ય નીતિશાસ્ત્ર અને નેતૃત્વ કૌશલ્યનો સૌથી મોટો પ્રશંસક છું. માનવતા પર આર્ટિફિશિલ ઈન્ટેલિજેન્સનો પ્રભાવ અને દેશમાં વર્તમાન રાજનીતિ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.


ફૈઝલના ટ્વીટથી વધશે કોંગ્રેસની મુશ્કેલી
હવે ફરી એકવાર અફઝલનું નવું ટ્વીટ કોંગ્રેસની મુસીબતોમાં વધારો કરવા જઈ રહ્યું છે, કારણ કે અહેમદ પટેલ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના વફાદાર હતા અને ગાંધી પરિવાર પછી પાર્ટીમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા. આવી સ્થિતિમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે તેમના પુત્રની તસવીરો કોઈ નવો સંકેત આપી રહી નથી. શું સોનિયા ગાંધીના સૌથી વફાદાર નેતાઓમાં ગણાતા વ્યક્તિનો પુત્ર ભાજપમાં જોડાશે? આ રીતે સટ્ટા બજાર ગરમાયું છે.


આપને જણાવી દઈએ કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે તેઓ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. આ પહેલા પણ કોંગ્રેસના દિવંગત નેતાના પુત્ર એ પણ ટ્વિટ કરીને કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. થોડા મહિનાઓ અગાઉ ફેજલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસમાંથી નારાજગી વ્યક્ત કરતા ટોચની લીડરશીપ અને સામે નારાજગી દર્શાવી હતી. તેઓએ લખ્યું હતું કે, જવાબદારી અંગે રાહ જોઈને હું થાક્યો છું.