રાજકીય ગલિયારામાં ચર્ચાઓ શરૂ, મોટાગજાના પાટીદાર નેતા કોંગ્રેસમા જોડાવા જઈ રહ્યાં છે
ચૂંટણી પહેલા સુરતમાં ફરી રાજકીય ભૂકંપ આવી શકે છે. કારણ કે, પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યુ છે. કોંગ્રેસના નેતાઓએ અલ્પેશ કથીરિયા સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, કિરિટ પટેલ અને પ્રતાપ દુધાતે મુલાકાત કરી હતી. ત્યારે રાજકીય ગલિયારામાં ચર્ચાઓ શરૂ થઈ છે કે, શું PAASના કન્વિનર અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાશે?
ચેતન પટેલ/સુરત :ચૂંટણી પહેલા સુરતમાં ફરી રાજકીય ભૂકંપ આવી શકે છે. કારણ કે, પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યુ છે. કોંગ્રેસના નેતાઓએ અલ્પેશ કથીરિયા સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, કિરિટ પટેલ અને પ્રતાપ દુધાતે મુલાકાત કરી હતી. ત્યારે રાજકીય ગલિયારામાં ચર્ચાઓ શરૂ થઈ છે કે, શું PAASના કન્વિનર અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાશે?
વિધાનસભા ચૂંટણી પહેલા ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાર્દિક બાદ હવે કથીરિયાને કોંગ્રેસમાં લાવવાની કોંગ્રેસ નેતાઓની કવાયત શરૂ થઈ છે. આ મામલે કોંગ્રેસના નેતા કિરીટ પટેલે કહ્યું કે, અલ્પેશ જેવા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ.
આ પણ વાંચો : સવજી ધોળકિયાએ કહ્યું, પદ્મશ્રીનો એવોર્ડ મળતા મારી જવાબદારી વધી ગઈ છે, હજુ વધુ કામો કરવા છે
તો બીજી તરફ, કોંગ્રેસના આમંત્રણ વિશે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું ક, કોંગ્રેસના આમંત્રણ અંગે હજુ વિચાર્યું નથી. આગામી સમયમાં હું વિચારણા કરીશ. સરકાર અમારા વચન નહીં સ્વીકારે તો ભોગવવું પડશે. ભાજપ સાથે મારે કોઈ વાત નથી થઈ.
ઉલ્લેખનીય છે, અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા. હાર્દિક પટેલ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે અલ્પેશ કથીરિયા પણ હાર્દિકને પગલે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા દેખાઈ રહી છે.