અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવા રાજસ્થાન અપક્ષ અને હાલમાં કોંગ્રેસના સહયોગી ધારાસભ્યના ટ્વીટના સમાચારોને કારણે હાલ રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ આપમાં જોડાય છે તેવી અફવા બજારમાં ફરતી થઇ હતી. જે અંગે અનેક મીડિયા દ્વારા સુત્રોના હવાલાથી સમાચાર પણ ચલાવવામાં આવી રહ્યા હતા. જો કે હાર્દિક પટેલે મોડી રાત્રે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ બાબતનું ખંડન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાલે બહુચર્ચિત હેડક્લાર્કની પરીક્ષાનું આયોજન, આ નિયમો વાંચી લેજો નહી તો ઘરભેગા કરી દેશે


હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં લખ્યું કે, હાલમાં ખોટા સમાચાર અને ખોટા સુત્રો વધી ગયા છે. જેનો સીધો જ અર્થ થતો હતો કે, કોંગ્રેસમાં જ હાર્દિક પટેલ રહેશે. તે કોઇ અન્ય પક્ષમાં જોડાય તેવી શક્યતા હાલ પુરતી તો નથી જ. અત્રે નોંધનીય છે કે, નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાય તેવી ચર્ચાઓ વચ્ચે હાર્દિક પટેલ પણ આપમાં જોડાય તેવી શક્યતાઓ સુત્રોના હવાલાથી આવી રહી હતી. જો કે હાર્દિકે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમગ્ર મામલાનું ખનડ કરી દીધું હતું. 



GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 43 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં આપ મજબુત વિપક્ષ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે હાલ 7 કોર્પોરેશનમાં આમ આમદી પાર્ટીનું પ્રદર્શન ખુબ જ સારૂ રહ્યું છે. સુરત કોર્પોરેશનમાં તો તેના કુલ 27 કોર્પોરેટર જીત્યા હતા. ખુબ જ ઓછા સમયમાં આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય ક્ષેત્રે પણ બે રાજ્યોમાં સરકાર બનાવી દઇને કોંગ્રેસની બરાબરી કરી લીધી હતી. જો કે કેટલાક રાજકીય પંડિતો એમ પણ માની રહ્યા છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભાવિ કોંગ્રેસની તુલનાએ વધારે ઉજળું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube