સપના શર્મા/અમદાવાદ: રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રથયાત્રાના દિવસને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. સામાન્ય રીતે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે ત્યારે અમી છાંટણા થતા હોય છે. પરંતુ આ વર્ષે ભગવાન જ્યારે વાજતે ગાજતે નીકળશે ત્યારે વરસાદ પડશે કે કેમ તે પ્રશ્નનો જવાબ મેળવવા માટે ભક્તો અધીરા બન્યા છે. ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રથયાત્રાના દિવસે વરસાદ રહેશે કે નહીં તેને લઈને હવામાન વિભાગે એક આગાહી કરી છે. આગાહી પ્રમાણે એવું જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રામાં ભારે વરસાદનું વિઘ્ન નહીં સર્જાય. પરંતુ અમી છાંટણા થઈ શકે છે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો અને સામાન્ય વરસાદ રહી શકે છે. તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેશે. રથયાત્રામાં વરસાદના વધામણાં થતા યાત્રાની રોનકમાં વધારો થશે. 
 
નોંધનીય છે કે, હવામાન વિભાગે આગામી 4 દિવસની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે રાજ્યમાં 5 દિવસ છૂટા છવાયો સમાન્ય વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે. 1 જુલાઈ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી થતાં ઘરતીપુત્રોને હજુ સારા વરસાદની રાહ જોવી પડશે. પરંતુ 1 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. તો 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉતર ગુજરાતમાં 1 જુલાઈ બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી થતાં લોકોને સર્તક કરવામાં આવ્યા છે, સાથે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, દાહોદ, બનાસકાઢા, સાબરકાઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગના મતે સાર્વત્રિક વરસાદ માટે હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નહી. પરંતુ બે દિવસ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શકયતા જોવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં 37 થી 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગના મતે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો અને સામાન્ય વરસાદ રહી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube