રાધનપુર : વિધાનસભા વિસ્તાર આમ તો છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું ગઢ ગણાતું પરંતુ ગત ટર્મ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી અને ભાજપની ગઢ ગણાતી રાધનપુર વિધાનસભા કોંગ્રેસને ફાળે ગઈ ત્યાર બાદ અલ્પેશ ઠાકોર પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ જઈ અને રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ફરી રાધનપુરની જનતાએ ભાજપને જાકારો આપ્યો હતો. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની હાર થઇ અને કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈને વિજય બનાવ્યા હતા. ત્યારે આગામી 2022 ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવામાં ફરી ભાજપના ગઢ ગણાતા પોરાણા ગામમાં ગાબડું પડ્યું છે. ગામના સરપંચ, ઠાકોર સેનાના કાર્યકરો સહિત 500 થી વધુ ગ્રામજનો ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા રાધનપુર વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરદાર સન્માન સંકલ્પ યાત્રાનો ફિયાસ્કો, પરવાનગી વગર યાત્રા બદલ તમામની ધરપકડ


વિધાનસભા 2022 સામે આવી રહી છે ત્યારે હવે પક્ષ પલટાનો દોર શરુ થવા પામ્યો છે. ક્યાંક વિકાસના કામો ન થતા તો ક્યાંક પક્ષની અવગણનાને લઇ પક્ષ પલટો થઇ રહ્યો છે. ત્યારે આજે રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં પક્ષ પરિવર્તનને લઇ રાજકીય ગરમાવો આવી જવા પામ્યો રાધનપુરમાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. 


પોરબંદરમાં પીન્ક સેલિબ્રેશનની શરૂઆત, પક્ષીઓના માનમાં અનોખા ઉત્સવની ઉજવણી શરૂ


રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈની હાજરીમાં 500 થી વધુ ગ્રામજનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. પોરાણા ગામના સરપંચ સહિત ગામના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ભાજપના ગઢમાં ગાબડું પાડવા પડ્યું છે. છેલ્લા 40 વર્ષથી ગામમાં પીવાના પાણીની સમસ્યા હોઈ જે અંગે ભાજપના અગેવાનોને અનેક રજુઆત કરી હોવા છતાં કોઈ હલ ન આવતા છેવટે ન છૂટકે અગેવાનોએ ભાજપથી છેડો ફાડીને આજે કોગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. તો સાથે ઠાકોર સેનાના કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube