વડોદરાઃ લોકસભા ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધી 22 નામ જાહેર કર્યા છે, અને 4 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ભાજપે વડોદરાથી ફરી એકવાર વિશ્વાસ રંજન ભટ્ટ પર મુક્યો છે. તો રંજન ભટ્ટને ટિકિટ અપાતા હતા જ્યોતિ પંડ્યા નારાજ થયા હતા અને જાહેરમાં તેમણે પોતાનો બળાપો કાઢ્યો હતો. તો હવે બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ લડવાની તૈયારી કરી છે. મધુ શ્રીવાસ્તવે વાઘોડિયાથી પણ મેદાનમાં ઉતરવાની ચીમકી આપી છે. ત્યારે વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભામાં કેવા રચાઈ રહ્યા છે સમીકરણો?...જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે બાહુબલી અને એક સમયે વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવ....દબંગ નેતાની છાપ ધરાવતા આ નેતાને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી નહતી. તો અપક્ષ મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ ભૂડી રીતે હાર થઈ પરંતુ ફરી એકવાર તેમને ચૂંટણીના રણમેદાનમાં ઉતરવું છે. આ વખતે વિધાનસભા નહીં પરંતુ લોકસભાની લડાઈમાં ઉતરવું છે. વડોદરામાં રંજન ભટ્ટનું નામ જાહેર થતાં જ મધુ શ્રીવાસ્તવ આકરા પાણીએ થઈ ગયા છે અને વડોદરાથી ચૂંટણી લડવાનો હૂંકાર કરી દીધો છે..


આ પણ વાંચોઃ ક્યારે આવશે કોંગ્રેસ અને ભાજપનું નવું લિસ્ટ? રેસમાં ચાલી રહ્યાં છે આ નામો


સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું


રાજકારણની એક ખબર મંગળવારની સવાર ધ્રુજાવી દીધી છે. એક તરફ સીઆર પાટીલ કોંગ્રેસ અને આપના ધારાસભ્યો તથા નેતોઓને યેનકેન પ્રકારે ભાજપનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે ભાજપની આ ભરતી મેળાની મોસમમાં આંતરિક વિવાદ પૂરબહારમાં ખીલ્યો છે. કોંગ્રેસમાંથી આવેલાને મોટો ભા બનાવવાનો ખેલ ભાજપને ભારે પડ્યો છે. સરવાળે હવે ભાજપમાં ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ રાહુલજીને લોકસભાની જવાબદારી સોંપાતા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટો ખુલાસો થયો છે કે, પક્ષમાં માન-સન્માન ન જળવાતું હોવાની વાત સામે આવી છે. કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં કેતન ઈનામદાર નારાજ થયા છે. 2022ની ચૂંટણીમાં કેતન ઈનામદાર કોંગ્રેસના કુલદીપસિંહ સામે લડ્યા હતા. ત્યારે હવે પોતાના વિરોધી ઉમેદવારને જ પાર્ટીએ મોટો કરતા કેતન ઈનામદારની નારાજગી જોવા મળફી છે. 


કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં કેતન ઈનામદાર નારાજ થયા છે. લોકસભાની ચૂંટણીમાં કુલદીપસિંહ રાઉલજીને ડભોઇ વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે. તો ધારાસભ્ય શૈલેષ મહેતાને વાઘોડિયાની જવાબદારી સોંપાઈ છે. કેતન ઇનામદારના રાજીનામાં પાછળ આ જવાબદારી કારણભૂત હોઈ શકે છે. તો રાજીનામા બાદ કેતન ઇનામદારના ઘરે કાર્યકરોનો જમાવડો થયો છે. મોટી સંખ્યામાં કાર્યકરો કેતન ઈનામદારના ઘરે પહોંચી રહ્યાં છે. વડોદરાના અન્ય ધારાસભ્યો, સાંસદ પણ ઘરે પહોચી રહ્યા છે.