અમદાવાદ : ગુજરાતમાં કોરોના કાળનાં કારણે ધોરણ 1થી માંડીને 12 ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જો કે બોર્ડ દ્વારા કેટલાક વિષયોની પરીક્ષા શાળાઓને જ લેવા માટે સુચના આપી હતી. જેથી બોર્ડ દ્વારા જેટલા વિષયોની પરીક્ષા લેવાઇ હતી તેનું જ પરિણામ જાહેર કરાયું હતું. આ પરિણામ માત્ર શાળાઓ જ જોઇ શકતી હતી. શાળાઓ જોઇને તેના આધારે કાચુ રિઝલ્ટ તૈયાર કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની આપી રહી હતી. જો કે બોર્ડમાં દર વખતે જોવા મળતું ગુજરાત એજ્યુકેશન બોર્ડનું પરિણામ જ વિદ્યાર્થીઓને મળે તેવી એક માંગ ઉઠી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ પાણીથી ધોવાશે અનેક ટ્રેન, રેલવે દ્વારા શરૂ કરવામાં આવ્યો અનોખો પ્રોજેક્ટ


સરકાર પણ આ પ્રકારનું પરિણામ આપવા અંગેનું આયોજન કરી રહી હતી. જેના પગલે હવે 24 શાળાએથી વિદ્યાર્થીઓ 9 વાગ્યા બાદ પોતાની ઓરિજનલ માર્કશીટ પ્રાપ્ત કરી શકશે. માસપ્રમોશન બાદ અત્યાર સુધી ઓનલાઇન માર્કશીટ વિદ્યાર્થીઓ જોઇ શકતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે માસ પ્રમોશન અપાયું હોવાના કારણે ગુણપત્રકની ચકાસણી કરવાનું ઓપ્શન વિદ્યાર્થીઓને અપાયું નથી. તેઓ ઇચ્છે તો ફરી પરીક્ષા આપી શકે છે પરંતુ તેઓ પેપર ચેક કરવામાં આવવાનાં ઓપ્શન આપવામાં નથી આવ્યા.


‘બાઈકને બદલે ગુલાબી રંગ ગમવા લાગતા જ મેં નક્કી કર્યુ કે હું સર્જરી કરાવીશ’


તો બીજી તરફ આજે મળેલી હાઇપાવર કમિટીની બેઠકમાં શાળાઓ ખોલવા અંગે ચર્ચા થઇ હતી. મોટા ભાગનાં જિલ્લાઓમાં ખાનગી શાળાઓ દ્વારા આવેદન પત્ર આપીને શાળાઓ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ સરકાર પણ હવે કોરોનાના ઘટી રહેલા કેસ વચ્ચે શાળાઓ શરૂ કરવા અંગે ઉગ્ર માંગ થઇ રહી છે. સરકાર દ્વારા પણ હવે શાળાઓ ખોલવા અંગે વિચારણા ચાલી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેથી ટુંક સમયમાં શાળાઓ ખુલવા અંગે સરકાર મોટો નિર્ણય કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube