પૃથ્વીનો અંત ગુજરાતથી થશે? કચ્છમાં સતત ધરતીકંપ, બીજી તરફ દુષ્કાળની શક્યતા વચ્ચે શામળાજી ઘટનાથી ફફડાટ
* શામળાજી પાસે ભેદી ધડાકાનો મામલો
* ઇન્ચાર્જ એસપી બી બી બસિયા ઘટનાસ્થળ પહોંચ્યા
* અરવલ્લી એલસીબી,એસઓજીની ટિમ પણ તપાસમાં જોડાઈ
* યુવાનના મોત બાદ હજારો લોકોનું ટોળું ઘટનાસ્થળે
* બે બાળકીઓ તબિયત લથડતા અમદાવાદ રીફર કરાઈ
* ધડાકાના ચોક્કસ કારણ અંગે એફ એસ એલ કરશે
સમીર બલોચ/અરવલ્લી : જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે યુવકની પત્ની અને બે બાળકો સહીત પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. સમગ્ર મામલે શામળાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી બ્લાસ્ટ અંગેનું કારણ જાણવા એફએસએલ ટીમ બોલાવી કાર્યવાહી હાથ ધરી છે.
તું માત્ર શારીરિક સંતોષ જ આપે છે આર્થિક સંતોષ પણ આપવો પડશે: પતિના ત્રાસથી પરણિતાએ...
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના રમેશભાઈ લાલજીભાઈ ફણેજાના ઘરે ભેદી બ્લાસ્ટ થતા 32 વર્ષીય લાલજીભાઈનું બ્લાસ્ટને કારણે મોત નીપજ્યું છે. જ્યારે આ યુવકની પત્ની અને બે બાળકો સહિત પરિવારના કુલ ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે શામળાજી અને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘટનામાં એક બકરી અને બે મરઘા સહીત ત્રણ પશુઓના પણ મોત થયા છે. સમગ્ર મામલાની જાણ શામળાજી પોલીસને થતા શામળાજી પોલીસ સહિત જિલ્લા એલસીબી, એસઓજી તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બ્લાસ્ટ અંગે તપાસ હાથ ધરી હતી. જ્યારે વધુ તપાસ માટે એફએસએલની ટીમને પણ બોલાવી સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
GUJARAT CORONA UPDATE: નવા 10 કેસ, 14 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
બ્લાસ્ટનો અવાજ આસપાસના બે કિલોમીટર વિસ્તારમાં સંભળાતા આસપાસમાંથી મોટી સઁખ્યામા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જોકે બ્લાસ્ટ ક્યાં કારણસર અને કેવી રીતે થયો તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહયા છે, ત્યારે સમગ્ર મામલે એફએસએલ તપાસ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવી શકશે. જેથી પોલીસે હાલતો બ્લાસ્ટ અંગેનું કારણ જાણવાની દિશામાં તપાસ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube