ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા DAP ખાતર ઉપર સબસિડીની જાહેરાતને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. સરકાર ખેડૂતો માટે માત્ર જાહેરાત જ કરે છે. તો સરકારે કરેલ જાહેરાત નહિ પરંતુ નક્કર કામગીરી કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની સબસીડીનો લાભ ખાનગી કંપનીને મળતો હોવાનોનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ડિલિવરી બોય ગયો તો સુંદર યુવતીએ દરવાજો ઉઘાડ્યો અને પછી કહ્યું કે...


કેન્દ્ર સરકાર દ્વારા DAP અને NPK ખાતરના સબસીડી વધારીને ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ખેડૂતોને મળતા આ ખાતરમાં સબસીડી આપવમાં આવશે. 850 રૂપિયા સુધીનો ઘટાડો થશે તેવી જાહેરાત થઇ છે. સરકારની જાહેરાતને લઈને ખેડૂતોની પ્રતિક્રિયા જાણી હતી. જેમાં ખેડૂતો સરકારની આ જાહેરાતથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. સરકાર માત્રને માત્ર ખેડૂતો માટેની યોજનાઓ અને ખાતરને લઈને જાહેરાત જ કરે છે. ખેડૂતોને જયારે સરકારની આ જાહેરાત અંગે પૂછતાં, ખેડૂતો નિરાશા જણાવ્યું હતું કે ખાતરમાં હજુ કોઈ જાતનો ભાવ ઘટાડો આવ્યો નથી. 


સંસારમાં પરત નહી ફરી શકતા સ્વામીજીએ સંસાર જ ત્યાગી દીધો? ગુણાતીત સ્વામી મુદ્દે ચોંકાવનારા ઘટસ્ફોટ


હજુ પણ જુના ભાવે જ DAP 1365 રૂપિયામાં જ મળી રહયું છે. NPK ખાતર પણ હાલ જુના ભાવ પ્રમાણે 1200 રૂપિયામાં જ મળી રહ્યું છે. જે જોતા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ ખાતર ઉપર સબસીડી આપવાની અને ભાવ ઘટાડાની તે માત્ર જાહેરાત જ હોવાની ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. તેઓને કોઈ લાભ નથી મળતો હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ જયારે આ બાબતે હકીકત જાણી તો જે સહકારી મંડળીમાંથી ખાતર વેચવામાં આવે તે સહકારી મંડળી દ્વારા હજુ પણ જુના ભાવે જ ખાતરનું વેચાણ કરવામાં આવે છે. ખાતર ઉપર ઘટાડેલ ભાવ અને આપવામાં આવેલ સબસીડી અંગે હજુ સુધી સહકારી મંડળીઓમાં કોઈ પણ જાતની સરકાર દ્વારા કોઈ જાતની જાણ કરેલ નથી. સહકરી મંડળીઓ હજુ પણ જુના ભાવેજ ખાતર વેચી રહ્યાં છે. ખેડૂતોના હિતની વાત કરતી સરકાર ખેડૂતો માટે હકીકતમાં ખેડૂતો માટે નક્કર કામગીરી કરે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube