મૌલિક ધામેચા/ અમદાવાદ: આજે પાટીદારોને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે સાંજે મળનાર બેઠકમાં પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે. આ બેઠક પહેલા ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં આવવાના એંધાણ આપી દીધા છે, ત્યારબાદ અનેક નેતાઓ તેમના નિવેદન પર પ્રતિક્રિયાઓ આપી ચૂક્યા છે. નરેશ પટેલના રાજનીતિમાં આવવાના સંકેત અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે નરેશ પટેલ રાજકારણમાં આવતા હોય તો સારી વાત છે. તેઓ રાજકારણ આવી વધુમાં વધુ લોકોની સેવા ઈચ્છા રાખતા હોય તો કોંગ્રેસમાં તેમના માટે દરવાજા ખુલ્લા છે. સારા વ્યક્તિઓનું રાજ કારણમાં હંમશાંથી સ્વાગત છે. હાર્દિક પટેલે ગુજરાતને બચાવવા માટે રાજ્યના નવયુવાન લોકોને પણ રાજનીતિમાં આવવા માટે આહ્વાન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેશ પટેલના રાજનીતિ સંકેત અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવવા માટે કોઈ પણ સ્વતંત્ર હોય છે. નરેશભાઈએ છેલ્લાં ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં સમાજના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે. અને તે માત્ર સમાજ સેવક કરતાં પણ લોકોનું ભલું ઈચ્છનાર માણસ છે. હું માનું છું કે એ વ્યક્તિ રાજકારણમાં આવીને વધુમાં વધુ લોકોની સેવા કરવાની ઈચ્છા રાખતા હોય તો સ્વાભાવિક રીતે દરવાજા ખુલ્લા છે. વાત રહી કોંગ્રેસની તો, પાર્ટીએ બે દિવસ પહેલા અને ગઈકાલે પહેલા પણ નવનિર્મિત જગદીશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નરેશભાઈને કોંગ્રેસ પાર્ટીમાં આવીને લોકોની સેવા માટેનું બીડું ઉપાડવું હોય તો કોંગ્રેસ પાર્ટીમાં લાલ જાજમ સાથે તેમનું સ્વાગત કરીશું. 


હાર્દિક પટેલે વઘુમાં જણાવ્યું હતું કે, આપણે  બધા જાણીએ છીએ કે ગામડાઓમાં પ્રવાસ કરતા હોય છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં વિદ્યાર્થીઓને ભણવા માટે સંકુલ પણ ચલાવે છે. મા ખોડિયાલ કે જે પાટીદાર સમાજની કુળદેવી છે તેઓ તે સંસ્થા સાથે સારો એવો નાતો ધરાવે છે. સારા વ્યક્તિઓનો રાજકારણમાં આવતા હોય તો તેમનો હું હાર્દિક સ્વાગત કરું છું. 


એટલું નહીં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના યુવાનોને પણ જણાવું છું કે નરેશ ભાઈ જેવા સારા વ્યક્તિ રાજકારણમાં આવીને લોકોની સેવા કરવાની વિચારતા હોય તો તેમને પણ આ તક ઝડપી લેવી જોઈએ. નરેશ પટેલ અશોક ગહેલોત અને રાહુલ ગાંધીને મળ્યા અંગે પૂછાયેલા સવાલ પણ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીના નેતાને મળી શકે છે. પરંતુ હું આ મીટિંગ અંગે અજાણ છું.


તેમણે જણાવ્યું હતું કે, નરેશભાઈ કોંગ્રેસ પાર્ટીમાં આવતા હશે તો દરેક કાર્યકરો રાજી થશે. સ્વાભાવિક રીતે જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા ત્યારે પાર્ટીને ફાયદો થયો હતો. નરેશભાઈ પાર્ટીમાં આવશે તો ટીપે ટીપે સરોવર ભરાય તેમ કોગ્રેસ મજબૂત થશે. નરેશભાઈ આવતીકાલ કોઈ રાજનીતિ પાર્ટીમાં જોડાય તો તેના જવાબો આપવા બંધાયેલો છું.


જાણો શું કહ્યું ખોડલધામના નરેશ પટેલે?
રાજનીતિમાં જોડાવા અંગે ખોડલધામ નરેશન પટેલે જણાવ્યું છે કે, અત્યારે મેં કોઈ જ રાજનીતિમાં જવાનું વિચાર્યું નથી. પરંતુ હા... રાજકારણમાં જવું કે ન જવું એ મારો સમાજ નક્કી કરશે. સમાજનો બહોળો વર્ગ કહેશે તો મારી પાસે કોઈ વિકલ્પ રહેશે નહી અને મારે રાજનીતિમાં જોડાવું પડશે. હવે આગામી સમય નક્કી કરશે મારે આગળ શું કરવાનું છે. સમય આવશે અને સમાજ આદેશ કરશે તો મારે વિચારવું ચોક્ક વિચારવું પડશે. 


નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે શબ્દોથી મને જગદીશભાઈએ મને નવાજ્યો છે, તેમનો આભાર માનું છું. રાજકારણમાં જવું કે ન જવું તે મારો સમાજ નક્કી કરશે. અત્યારે રાજકારણમાં જવાનો મારો કોઈ વિચાર નથી. મને સમાજ આદેશ કરશે તેમ આગળનો નિર્ણય થશે. સમાજ મને મોટા પાયે આદેશ કરશે તો મારી પાસે કોઈ વિકલ્પ નથી અને મારે રાજકારણમાં આવવું પડશે.