Gujarat Weather Forecast: શું હજુ પણ વરસાદ પડી શકે ખરાં? ક્યારથી થશે વિધિવત શિયાળાની શરૂઆત? શું હવે શિયાળા શરૂ થઈ ગયો કહેવાય? ખરી ઠંડી ક્યારથી શરૂ થશે? સામાન્ય રીતે આવા અનેક સવાલો હાલ મોટાભાગના લોકોના મનમાં આવતા હોય છે. ત્યારે આવો જાણીએ હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળા અને ઠંડીની આખી સિઝન અંગે શું અનુમાન લગાવ્યું છે શું આગાહી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શિયાળાની શરૂઆતના એંધાણઃ
ગુજરાતી હિન્દુ કેલેન્ડર અનુસાર નવા વર્ષે એટલે કે કારતક મહિનાની શરૂઆતથી ઠંડીની શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ નવેમ્બર માસથી ઠંડીની શરૂઆત થશે તેવી માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું છે.


ઠંડી અંગે શું કહે છે અંબાલાલ પટેલ?
હજુ પણ ઠંડી માટે ગુજરાતીઓએ જોવી પડશે રાહ
હાલમાં ગરમીનો અનુભવ થશે
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
22 નવેમ્બર પછી ઠંડી પડવાની આગાહી
ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ વધશે


અમદાવાદ શિયાળો શરૂ થતા પહેલાં વધ્યું પ્રદુષણનું સ્તરઃ
શિયાળાની શરૂઆત થાય તે પહેલા પ્રદુષણનું વધતું સ્તર ચિંતજનક 
CPCB ના આંકડા મુજબ અમદાવાદના એક પણ સ્થળની હવા ચોખ્ખી નહી 
શહેરમાં હવાનું પ્રદુષણ ચેક કરતા આઠ સ્ટેશનો પર હવા અનહેલ્થી 
ચાંદખેડામાં PM 10 179 નોંધાયું 
ગયાસપુર PM 10 149 નોંધાયું 
મણિનગર PM 10 159 નોંધાયું 
રાયખડમાં PM 10 144 નોંધાયું 
રાખીયાલમાં PM 10 181 નોંધાયું 
બોપલમાં PM 10 103 નોંધાયું 
સેટેલાઇટમાં PM 10 112 નોંધાયું


મહત્ત્વનું છેકે, છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ દિવસ અને દિવસે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટતા શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે. આ સાથે જ મહત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.