અમદાવાદ: શિયાળાની શરૂઆત થતા ગરમ તાસીરના તલના વ્યંજનોના ભાવમાં વઘારો થયો છે. ગત વર્ષની સરખામણીએ ચિક્કીના વ્યંજનોમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. ભાવમાં વધારો છતા વિવિધ ચિક્કીની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. શિયાળામાં તલનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. તમે તલની ખીર અને લાડુ વગેરે બનાવી શકો છો. ટેસ્ટી હોવા ઉપરાંત તે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. ચાલો જાણીએ શિયાળામાં તલ ખાવાના ફાયદા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે સેન્ડવીચ ચિક્કી, ડ્રાયફ્રૂટ ચિક્કી, સ્પેશિયલ ડાયબિટીસ માટેની ચિક્કી, ડ્રાયફ્રૂટ માવા ચિક્કી અને ચોકલેટ ડ્રાયફ્રૂટ ચિક્કીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે... મહત્વનું છે કે, શિયાળા દરમ્યાન આરોગ્યપ્રદ ખોરાક ખાઈને લોકો પોતાનું સ્વાસ્થ્ય જાળવતા હોય છે. ચિક્કીનું નામ સાંભળતા જ લોકોના મોમાં પાણી આવવી જતુ હોય છે. શિયાળામાં ગોળની ચિક્કીનું લોકો વધુ ખરીદી કરતા હોય છે..


શિયાળામાં ગરમ તાસીરના તલના વ્યાજનોના બજારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા 20% ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાની સાથે આ વર્ષે વેરાયટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કાર્બોહાઇડ્રેટ સાથે એન્ટીઓક્સિડેન્ટના તત્વો તલમાં હોવાથી શિયાળામાં ખાવા ગુણકારી હોય છે.


તલમાં ઓમેગા ફેટી એસિડ હોય છે. તેમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેમાં કેલ્શિયમ હોય છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તલ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બીપીના દર્દીઓ ડોક્ટરની સલાહ લીધા બાદ તલનું સેવન કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે.


તલમાં સેસેમિન અને સેસમોલિન જેવા તત્વો હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓને દૂર રાખવાનું કામ કરે છે. તલમાં પ્રોટીન, આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા પોષક તત્વો હોય છે. શિયાળામાં તેમનું રોજનું સેવન યાદશક્તિ વધારવાનું કામ કરે છે. તલનું સેવન મગજ માટે ફાયદાકારક છે.