આરોગ્ય કર્મચારીઓ હવે સરકાર સામે લડી લેવાના મુડમાં, અનેક જિલ્લામાં સ્થિતિ કથળશે
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ હેઠળના ઉત્તર જોનના 11 જિલ્લાના 1500 થી વધુ આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પે સહીત વિવિધ મુદ્દાઓને લઇ આજે વિવિધ બેનરો સાથે વિશાળ રેલી યોજી સુત્રોચાર સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકાર જો તેમની માંગણીઓ નહી સ્વિકારે તો જ્યાં સુધી માંગ નહી સ્વિકારાય ત્યાં સુધી લડી લેવાની નેમ પણ વ્યક્ત કરી હતી.
ગાંધીનગર : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ હેઠળના ઉત્તર જોનના 11 જિલ્લાના 1500 થી વધુ આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પે સહીત વિવિધ મુદ્દાઓને લઇ આજે વિવિધ બેનરો સાથે વિશાળ રેલી યોજી સુત્રોચાર સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકાર જો તેમની માંગણીઓ નહી સ્વિકારે તો જ્યાં સુધી માંગ નહી સ્વિકારાય ત્યાં સુધી લડી લેવાની નેમ પણ વ્યક્ત કરી હતી.
દમણમાં ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ કહ્યું યુદ્ધની સ્થિતિ છતા પણ ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે
ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે સહીતના મુદ્દાઓની સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, છતાં સરકાર દ્વારા કોઈ હકારત્મક નિર્ણય ન લેવામાં આવતા હવે આરોગ્ય કર્મચારીઓ લડાયક મૂડમાં છે. આજે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ પાટણ ખાતે ઉત્તર જોનના 11 જિલ્લાના 1500 થી વધુ આરોગ્ય કર્મચારીઓ ખાડિયા વિસ્તારમાંથી વિશાળ રેલી પડતર માગણીઓના બેનરો સાથે રેલીમાં જોડાયા હતા.
બેંકના કર્મચારીઓ બ્રેક ઉજવતા રહ્યા અને 10 લાખ રૂપિયાની ચોરી થઇ કોઇને ખબર નથી
જે રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં સુત્રોચાર સાથે ફરી કલેક્ટર કચરી ખાતે રેલીનું સમાપન થવા પામ્યું હતું. આરોગ્ય કર્મચારીઓ ધ્વરા જે તેમની પડતર મગણીઓ સરકાર સામે ઉચ્ચારી છે. તે ટૂંક સમયમાં સ્વીકારવામાં નહિ આવે તો આગામી સમયમાં આરોગ્ય કર્મચારીઓ તેમના પરિવાર સાથે અમરણત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. સરકાર અમારી કોરોના કાળની કામગીરીને ધ્યાને રાખી અમારી માંગણીઓ સ્વિકારે તેવી માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube