અર્પણ કાયદાવાલા/ગાંધીનગર: કોગ્રેસના અમિત ચાવડાએ વિધાનસભાના સત્રની શરૂઆત પહેલા જ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર ખેડૂતોના મુદ્દે વિચારણા કરવા તૈયાર નથી. ગુજરાત સરકારની નીતિઓથી ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઇ રહ્યા છે. સેટેલાઇટ જમીન માપણી કરીને ખેડૂતભાઇને લડાવ્યા છે. અનેક વાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોને વિજળી નથી મળતી. 


બહેરી મૂંગી સરાકાર સામે ખેડૂતોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો: અમિત ચાવડા
સરકાર ખેડૂતોના મુદ્દાઓ વિશે વિચારણા કરવા માટે તૈયાર નથી જેથી ખેડૂતોનો આક્રોશ વધી રહ્યો છે. ખેડૂતોના મુદ્દાને લઇને વિધાનસભામાં કોંગ્રેસ સરકારનો ધેરાવો કરશે. ગાંધીનગર આવતા કોગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે. અને સભાની મંજૂરી મળી હોવા છતા પણ પોલીસ કાર્યકરોને ડરાવી ધમકાવી રહી છે.