ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં એવા ઘણા શહેર અને તે શહેરના વિસ્તારો છે જ્યાં બહુમતિવાળો સમાજ લઘુમતિમાં આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં લઘુમતિ સમાજની બહુમતિ વધતાં અનેક દુષણો ઉભા થયા છે. ધાર્મિક સ્થળો પાસે નોનવેજની લારીઓ અને અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. આવું જ કંઈક રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહ્યું છે. રાજકોટ દક્ષિણમાં આવી સ્થિતિ સર્જાતા હવે અશાંતધારો લાગુ કરવા માગણી કરાઈ છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો?


  • બહુમતિવાળા સમાજમાં વધ્યો લઘુમતિ સમાજ? 

  • હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં મુસ્લિમની વધી વસતી?

  • લઘુમતિની વસતી વધતાં વધ્યા અનેક દૂષણો?

  • અશાંતધારો લાગુ કરવા માટે ઉઠી માગણી

  • રાજકોટ દક્ષિણમાં ક્યારે લાગુ થશે અશાંતધારો?

  • ધારાસભ્યએ કલેક્ટરને કરી રજૂઆત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંગીલું શહેર રાજકોટ અને આ શહેરમાં આવેલો દક્ષિણ વિસ્તારમાં લઘુમતિ સમાજની વધી રહેલી સંખ્યાને કારણે બહુમતિવાળો સમાજ સંકટમાં મુકાયો છે. સતત વધી રહેલી લઘુમતિઓની સંખ્યાને કારણે અનેક મિલકતોને પણ મોટા પાયે ખરીદી થઈ રહી છે અને દૂષણ પણ વધ્યા હોવાનો લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. ધાર્મિક સ્થળો અને જ્યાં હિન્દુ સમાજની વધુ વસ્તી છે ત્યાં જાહેરમાં નોનવેજનું વેચાણ થવા લાગ્યું છે. અસામાજિક તત્વો પણ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે તિવ્ર માગ ઉઠી છે અને આ માગ ખુદ સ્થાનિક ધારાસભ્ય રમેશ ટિલાળાએ કરી છે.


  • મહાનગર રાજકોટમાં અશાંતધારો લગાવવા માગ 

  • પશ્ચિમ પછી હવે દક્ષિણમાં ઉઠી માગણી

  • કેમ અશાંતધારાની ઉઠી રહી છે માગણીઓ?

  • MLA રમેશ ટીલાળાએ કલેક્ટરને કરી રજૂઆત

  • કલેક્ટર અશાંતધારા પર ક્યારે લેશે નિર્ણય?


થોડા સમય પહેલા રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે પણ અશાંતધારાનું સારી રીતે પાલન ન થતું હોવાની ફરિયાદ કરી હતી. ત્યાં રાજકોટના વધુ એક ધારાસભ્ય રમેશ ટિલાળાએ પણ પોતાના મતવિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી. રમેશ ટિલાળાની સાથે સ્થાનિક આગેવાનો તેમજ કોર્પોરેટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા...રાજકોટ દક્ષિણના વોર્ડ નંબર 7, 8 અને 14માં અશાંતધારો લાગુ કરવા માટે માગણી કરવામાં આવી છે. આ વોર્ડમાં આવતાં રામનાથ પરા, સોની બજાર, વર્ધમાન નગર, પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માગ ઉઠી છે.


ક્યાં અશાંતધારાની ઉઠી માગ?


  • રાજકોટ દક્ષિણના વોર્ડ નંબર 7, 8 અને 14માં ઉઠી માગ

  • રામનાથ પરા, સોની બજાર, વર્ધમાન નગર, પ્રહલાદ પ્લોટ


અનેક લોકોએ માગણી કરી છે ત્યારે હવે નિર્ણય કલેક્ટરે કરવાનો છે. એ જોવાનું રહેશે કે રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી અશાંતધારા પર ક્યારે નિર્ણય લે છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહે પણ વર્ષ 2022માં તેમની વિધાનસભાની કેટલીક સોસાયટીઓમાં અશાંતધારાની માગણી કરી હતી. પરંતુ હજુ સુધી ત્યાં આ કાયદો લાગુ કરવામાં નથી આવ્યો ત્યારે એ જોવાનું રહેશે કે રાજકોટ દક્ષિણમાં ઉઠેલી આ માગ પર કલેક્ટર ક્યારે નિર્ણય કરે છે?