હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં કોરોના ના કેસો માં થયેલા ઘટાડાને કારણે તેની દવાઓ ના માગમાં પણ ભારે ઘટાડો થયો. એક તબક્કે ઓક્સિજનની માંગ 1300 મેટ્રિક ટન હતી, તેની સામે આજે માત્ર ૭૫ મેટ્રીક ટન પર પહોંચી છે.કોરોના કાબુમાં આવી જતા હવે તેને આનુષાંગીત તમામ સંસાધનોની માંગમાં અચાનક ઘટાડો થઇ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્યમાં કોરોના કહેરએ ભારે તબાહી મચાવી છે. એક તબક્કે રાજ્યમાં ચૌદ હજારથી વધુ કેસ પ્રતિ દિવસે નોંધાતા હતા. આજે તેની સામે 80 કેસ પ્રતિદિન આવી રહ્યા છે. તેમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે તેની સાથે જોડાયેલી દવાઓ અને જરૂરી ટ્રીટમેન્ટના સાધનોનો ઉપયોગ પણ ઘટી રહ્યો છે. 


એક સમયે ગુજરાતમાં દર્દીના સગાઓને ઓક્સિજનના બોટલો શોધવા દોડાદોડ કરવી પડતી હતી. ઓક્સિજનનું રીફીલીગ કરતા વેપારીઓને ત્યાં લાંબી લાઈનો જોવા મળતી હતી. રેમડીસીવીર ઇન્જેક્શનના કાળા બજાર થતાં હતા. જોકે આજે કિસ્સો ઘટવાને કારણે કોરોના ટ્રીટમેન્ટ માટેની દવાઓની માગમાં ૮૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. જો કે રાજ્ય સરકારે ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને દવાઓની ખરીદી અને સ્ટોક કરવાનું ચાલુ રાખ્યું છે. રાજ્યમાં મોટા પ્રમાણમાં હજારો ટન ઓક્સિજનનું ઉત્પાદન પણ કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે.