ગાંધીનગર: વિધાનભાના ધેરાવાને લઇને કોંગ્રેસની રણનીતી મૂજબ પરમીશન ન હોવા છતા પણ સભા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સાથે ખેડૂતો વિધાનસભા ગૃહ તરફ આગળ વધી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં પોલીસના જવાનો કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોની ગૃહ તરફ જતા અટકાવામાં આવી રહી છે. પોલીસ વાનમાં મહિલા કાર્યકતાઓની પણ અટકાયત કરવામાં આવી રહી છે. કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જેમાં એક પોલીસ કર્મી ઘાયલ થયો હતો. મોટા ભાગના કોંગેસી નેતાઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલીને રોકવા પોલીસે શરૂ કરી અટકાયત 
-અર્જુન મોઢવાડીયા અને અમિત ચાવડાની અટકાયત 
- મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત
- કોંગ્રેસી કાયકર્તાઓને ટીંગાટોળી કરીને વાનમાં બેસાડી દેવામાં આવ્યા
-કોંગ્રેસે નરેંદ્ર મોદી હાય હાયના નારા લગાવ્યા
-પોલીસ દ્વારા કોંગ્રેસની કૂચને નિષ્ફળ બનાવવાના પ્રયત્નો 
-ટીંગાટોળી, બોલાચાલી, ઘર્ષણના દ્વશ્યો સર્જાયા
-સામાન્ય પથ્થરમારાના સમાચાર પ્રાપ્ત થયા છે
-પથ્થરમારામાં એક પોલીસ કર્મીને થઇ ઇજા 
-કોંગ્રેસ કાર્યકારો સાથેની અથડામણ બની હિંસક
-હર્ષદ રિબડીયાની અટકાયતનો પ્રયત્ન
-કોંગ્રેસ કાર્યકરો સાથેની અથડામણમાં પોલીસ કર્મી ઘાયલ
-પોલીસ કર્મચારીને માથામાં ઇજા પહોંચી
-કોંગ્રેસ કાર્યકરોએ પોલીસના વાહનોની હવા કાઢી નાખી
-કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીની પણ કરાઇ અટકાયત
-કોંગ્રેસ કાર્યકરોએ પોલીસના વાહનોની હવા કાઢી નાખી