ઝી બ્યુરો/સુરત: 48 કલાકની અંદર સુરત હજીરા દરિયા કાંઠા વિસ્તારથી ફરી એક વખત અફઘાની ચરસનો જથ્થો મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દોડતી થઈ હતી. હજીરા એસ્સાર કંપનીના પાછળના ભાગે રિકલાઇન્મેંટ એરીયા નજીક દરિયા કિનારેથી આવવાની ચરસના બિનવારસી સાત જેટલા પેકેટ મળી આવ્યા છે. જેમાંથી એક પેકેટ પર અરબી ભાષા લખવામાં આવેલ છે. જેમાં 10 કિલો ચરસ છે જ તેની કિંમત 5 કરોડ રૂપિયાથી પણ વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો ચિંતા ના કરો! કૃષિમંત્રીના આ નિવેદનથી ઉછળી પડશો,ગુજરાત સરકાર કરી રહી છે આ કામ


આ ચોરસના પેકેટ ઉપર એક જ જાણીતી કોફી કંપનીના બ્રાન્ડનું લેબલ જોવા મળ્યું હતું. ચરસના પેકેટને જો પાણીની અંદર ફેકવામાં આવે તો તેની અંદર પાણીના ઘૂસે તે રીતે તેનું પેકિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાત એટીએસની ટીમનો પણ આ ઘટનાને લઈને સંપર્ક કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારથી અફઘાની ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. 48 કલાકની અંદર સુરત શહેરના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા વિસ્તારમાંથી લગભગ પોણા ચાર કિલો અફઘાની ચરસ ના પેકેટ મળી આવ્યા હતા. જેની કુલ કિંમત 1.87 કરોડ રૂપિયા હતી. 48 કલાકની અંદર ફરી એકવાર સુરતના હજીરા વિસ્તારના દરિયા કિનારેથી 10 કિલો જેટલું અફઘાની ચરણ મળી આવ્યા છે જેની કુલ કિંમત 5 કરોડ રૂપિયાથી પણ વધુ છે. 


આ તારીખો નોંધી લેજો! હવે ગુજરાતના આ વિસ્તારોનો વારો, આ બે જિલ્લાની તો પથારી ફરી જશે!


સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલ એસ્સાર કંપનીના પાછળના ભાગે રિકલાઇન્મેંટ એરિયામાં દરિયાકિનારેથી અફઘાની ચરસના બિન વારસી સાત જેટલા પેકેટ મળી આવ્યા છે. 48 કલાકની અંદર આજે અફઘાની હાઈ પ્યોરિટી ચરસ ફરી એક વખત મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કુલ સાત જેટલા પેકેટ છે અને એરટાઈટ આ પેકેટ આબેહૂ 48 કલાક પહેલા મળી આવેલા ચરસના પેકેટ જેવા જ છે. 


દ્વારકા ડૂબવાનું રહસ્ય છે ખુબ જ હેરાન કરી દેનારું! સાંભળીને ઉભા થાય છે લોકોના રૂવાડા


કોફી કંપનીના જ બેગમાં આ ચરસ મળી આવ્યા છે. જોકે અન્ય એક પેકેટ ઉપર અરબી ભાષા લખવામાં આવી છે. જે સ્પષ્ટપણે જોવા મળે છે. આ પેકેટ એર ટાઈટ છે જેના કારણે પાણીથી તેને નુકસાન થશે નહીં. આ ચોરસ ના પેકેટ ઉપર જાણીતી કોફી કંપનીનું બ્રાન્ડનું લેબલ લગાવવામાં આવ્યું હતું. આ ચરસના પેકેટને જો પાણીની અંદર ફેકવામાં આવે તો તેની અંદર પાણી ન જાય તે રીતનું પેકિંગ કરવામાં આવ્યું હતું. 


આ વિસ્તારમાં મેડિકલ સ્ટોર હોય તો સાવધાન! ભેજાબાજને ઝડપી ધડાધડ 6 ગુનાનો ભેદ ઉકેલ્યો


સામાન્ય રીતે જહાજમાં આ કોફીના પેકેટ તરીકે લઈ જતા હોય છે કે જેને લઈ કોઈને શંકા ન જાય. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ગુજરાત એટીએસ નો પણ સંપર્ક કરવામાં આવ્યો છે કારણ કે કચ્છ વલસાડ અને સુરતમાં જે રીતે દરિયાઈ તટ વિસ્તારમાંથી આ રીતના ચરસનો પેકેટ મળી આવ્યા છે જે અનેક શંકાઓ ઉભી કરી છેઅત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ બાદ સુરત શહેર અને ત્યારબાદ નવસારી અને ફરીથી સુરત શહેરમાં અફઘાન ચરસ મળી આવ્યા છે. 


સુરતની 18 વર્ષીય કામ્યાએ ટેક્વેન્ડોમાં 13 ગોલ્ડ જીત્યા, સમગ્ર દેશનું નામ કર્યું રોશન


સુરત શહેરમાં 48 કલાકની અંદર લગભગ છ કરોડ રૂપિયાનો ચરસ મળી આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં આ પાંચમી ઘટના છે જ્યારે સુરત શહેરના દરિયા કાંઠા વિસ્તારથી અફઘાની ચરસ મળી આવેલ હોય.