રક્ષિત પંડ્યા/રાજકોટ: મહાનગરપાલીકાનાં કર્મચારીનાં બેંક એકાઉન્ટમાંથી 9 લાખ 27 હજાર ઉઠાવી લેનાર બંટી-બબલીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પુછપરછમાં આ બંટી-બબલી ઓ.ટી.પી અથવા પીન નંબર વગર જ બેંકનાં એકાઉન્ટમાંથી રૂપીયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું હતું. બ્લેન્ક ચેક અને એ.ટી.એમની ચોરી કરી નાણાંકીય ફ્રોડ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે બેંક સ્ટેટમેન્ટ આધારે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધરપકડ કરવામાં આવેલા મહિલા આરોપીનું નામ નિલમ લલીત ચાવડા અને જતીન લાલજી રાખોલીયા છે.  રાજકોટ મહાનગરપાલીકાનાં કર્મચારી બીપીન જગુ પરમારનાં બેંક એકાઉન્ટમાંથી 9 લાખ 27 હજાર રૂપીયા ઉપાડી લેવાનો. રાજકોટ બી - ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજકોટ મહાનગરપાલીકાનાં કર્મચારી બીપીન પરમારે બેંક એકાઉન્ટમાંથી 9 લાખ 27 હજાર રૂપીયા ઉપડી ગયા હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેને આધારે રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ફરીયાદીનાં બેંક સ્ટેટમેન્ટ તપાસતા ચોંકાવનારી વિતગો સામે આવી હતી. 


પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જેમાં ફરીયાદીની ચેકબુક અને એ.ટી.એમમાંથી જ રૂપીયા ઉપડાય હતા. જોકે ફરીયાદી પાસે રહેલ બેંક ચેકબુક અને એ.ટી.એમ ચોરી થઇ ગઇ હોવાનું સામે આવ્યું હતુ. પરંતુ આરોપી જતીન રાખોલીયાએ ફરીયાદીની ચેકબુકથી સેલ્ફનો ચેક ઉપાડ્યો હતો. જેને આધારે પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરતા સમગ્ર ભેદ ઉકેલાય ગયો હતો.


વધુ વાંચો...ચાણસ્મામાં હલ્લાબોલ, ખેતી માટે પાણી ન મળતા 22ગામના 1500 ખેડૂતોનો રેલી કરી વિરોધ


પોલીસનાં કહેવા મુજબ, આરોપી જતીન રાખોલીયાની મિત્ર નિલમ લલીત ચાવડા ફરીયાદી બીપીન પરમારનાં ઘર પાસે રહે છે અને આરોપી નિલમ ફરીયાદી બિપીન પરમારનાં ઘરે ઘરકામ કરવા જતી હતી. ઘરકામ કરવા જતી નિલમે ફરીયાદીનાં ઘરમાંથી બેંક ચેકબુક અને એ.ટી.એમની ચોરી કરી હતી. ત્યારબાદ આરોપી જતીન રાખોલીયાએ એ.ટી.એમ તપાસતા પાસવર્ડ પણ બદલ્યો ન હોવાથી પોતાનો મોબાઇલ નંબર નાખીને પાસવર્ડ બદલી નાખ્યો હતો. 


એ.ટી.એમ અને કોરા ચેક સેલ્ફના નામે લખીને રૂપીયા 9 લાખ 27 હજાર ઉઠાવી લીધા હતા. ફરીયાદીએ બેંકના સ્ટેટમેન્ટ જોતા ખબર પડી હતી કે, બેંક ખાતામાંથી 9 લાખ 27 હજારની ઉઠાંતરી થઇ ગઇ હોવાથી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આરોપી પાસેથી તમામ રોકડ કબજે કરી પુછપરછ શરૂ કરી છે.


રૂપિયાની જરૂરિયાત હોવાના કારણે આરોપી જતીનએ તેની ફ્રેન્ડ નીલમ સાથે મળી રાજકોટ મનપાના કર્મચારી ના બેન્કમાંથી રૂપિયા ઉઠાવ્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. ત્યારે ઓ.ટી.પી કે પછી પિન નંબર મેળવ્યા વગર જ નાણાંકીય ફ્રોડ કરનાર બંટી - બબલીની આ જોડીને પોલીસે ઝડપી પાડી અન્ય કોઈ ગુનાઓને અત્યાર સુધીમાં અંજામ આપ્યો છે કે કેમ તે દિશા તરફ પોલીસ તપાસ હાથ ધરી છે..