કોઇ પણ પ્રકારના વેઇટીંગ લિસ્ટ વગર અહીં કરાવી શકાશે RT-PCR ટેસ્ટ, ધરાવે છે ICMR માન્યતા
અત્યાર સુધી 133થી પણ વધુ કોવિડ-19ના સેમ્પલનું GTU ની લેબમાં ટેસ્ટિંગ કરાયું છે. આ ઉપરાંત જીટીયુની બાયોસેફ્ટી લેબોરેટરીઝ ICMRના તમામ પ્રકારના ધારા - ધોરણોને અનુરૂપ બનાવવામાં આવેલ છે. હાલની સ્થિતિમાં દરેક કોવિડ લેબ પર વેઈટીંગ જોવા મળે છે.
અતુલ તિવારી, અમદાવાદ: સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતીમાં દરેક લેબોરેટરીઝ પર 2 કે તેથી વધુ દિવસનું RT-PCR (આરટી-પીસીઆર) ટેસ્ટીંગ સંદર્ભે વેઈટીંગ ચાલી રહ્યું છે.
સિવિલ હોસ્પિટલનું બીજું સ્વરૂપ: 'સ્ટાફે મારી માતાને પોતાની માતાની જેમ સાચવી'
ત્યારે ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટની મંજૂરી આપવામાં આવેલ છે. ICMR દ્વારા કોવિડ-19ના ટેસ્ટ માટેની મંજૂરી મળવાથી સરકારના માન્યદરે ટેસ્ટીંગ કરી અપાશે.
Reality Check: સિવિલમાં સારવાર લેતાં ડરે છે કોરોનાના દર્દીઓ, ઘરે સારવાર લેવા બન્યા મજબૂર
અત્યાર સુધી 133થી પણ વધુ કોવિડ-19ના સેમ્પલનું GTU ની લેબમાં ટેસ્ટિંગ કરાયું છે. આ ઉપરાંત જીટીયુની બાયોસેફ્ટી લેબોરેટરીઝ ICMRના તમામ પ્રકારના ધારા - ધોરણોને અનુરૂપ બનાવવામાં આવેલ છે. હાલની સ્થિતિમાં દરેક કોવિડ લેબ પર વેઈટીંગ જોવા મળે છે.
હે ભગવાન! આવા દિવસો કોઇને ના બતાવતો, કોરોનાના દર્દીની હાલત જોઇ હૃદય કંપી ઉઠશે
જેના કારણોસર યોગ્ય નિદાનની જાણ થતાં સમય લાગે છે. જેથી કરીને સમયસર સારવાર મળતી નથી અને સંક્રમણનો ભય પણ રહે છે. જાહેર લોકોને જીટીયુ બાયોસેફ્ટી લેબ ખાતે ટેસ્ટીંગ કરવા માટે કામકાજના દિવસો દરમિયાન બપોરે 12 વાગ્યા પહેલાં સેમ્પલ આપવાનું રહશે.
સેમ્પલ આપ્યાના અંદાજે 6 કલાકના સમયમાં રીપોર્ટ મેળવી શકાશે. વધુ માહીતી માટે એઆઈસી સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટનો સંપર્ક 07923267642 નંબર પર સવારે 10:30 થી 6:10 કલાકે કરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube