અમદાવાદઃ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે જિલ્લા પંચાયતોમાં પ્રમુખ તથા ઉપ-પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ઘણી જિલ્લા પંચાયતોમાં સત્તા પરિવર્તન થયું તો કેટલિક જગ્યાએ ભાજપ-કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખી છે. કોઈ જગ્યાએ સભ્યોએ બળવો કર્યો હતો તો કેટલિક જગ્યાએ મતદાન દરમિયાન સભ્યો ગેરહાજર પણ રહ્યાં હતા. ક્યાંક કોંગ્રેસે પૈસાના જોરે સત્તા મેળવવાને લઈને ભાજપ પર આક્ષેપ કર્યો હતો. તો સામે ભાજપે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિકાસના કાર્યો કરવામાં નિષ્ફળ રહી છે. રાજ્યની સૌથી મોટી જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. તો આવો જાણીએ રાજ્યના ક્યાં જિલ્લામાં કોને મળી સત્તા, કોણ બન્યું પ્રમુખ-ઉપપ્રમુખ.... 

 

અમદાવાદ જિલ્લા પંચાયત- ભાજપ

પ્રમુખ- જીતેન્દ્રસિંહ ચૌહાણ

ઉપપ્રમુખ- ભાવિબેન પટેલ

 

વડોદરા જિલ્લા પંચાયત- કોંગ્રેસ

પ્રમુખ- પન્નાબહેન ભટ્ટ 

ઉપપ્રમુખ- મુબારક પટેલ

 

રાજકોટ જિલ્લા પંચાયત- કોંગ્રેસ

પ્રમુખ- અલ્પાબહેન ખાટરિયા 

ઉપપ્રમુખ- 

 

જામનગર જિલ્લા પંચાયત- કોંગ્રેસ

પ્રમુખ - નયનાબહેન માધાણી

ઉપપ્રમુખ - વશરામભાઇ રાઠોડ

 

બોટાદ જિલ્લા પંચાયત- કોંગ્રેસ 

પ્રમુખ- વસંતબહેન હરજીભાઈ વાનાણી

ઉપપ્રમુખ- હિંમતભાઈ કટારિયા

 

ગાંધીનગર જિલ્લા પંચાયત- કોંગ્રેસ

પ્રમુખ- મંગુબહેન પટેલ

ઉપપ્રમુખ- ભરત પટેલ

 

ભાવનગર જિલ્લા પંચાયત- ભાજપ

પ્રમુખ- વક્તુબહેન મકવાણા

ઉપપ્રમુખ- બલભદ્રસિંહ

 

પોરબંદર જિલ્લા પંચાયત- ભાજપ

પ્રમુખ- નિલેશ મોરી

ઉપપ્રમુખ- ઉષાબહેન સીડા

 

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત- કોંગ્રેસ

પ્રમુખ- રેખાબહેન ગોરીયા

ઉપ પ્રમુખ- પી.એસ.જાડેજા

 

મહેસાણા જિલ્લા પંચાયત- કોંગ્રેસ 

પ્રમુખ-શીલાબહેન પટેલ

ઉપપ્રમુખ-ધરમશી દેસાઈ 

 

અરવલ્લી જિલ્લા પંચાયત- કોંગ્રેસ

પ્રમુખ- હંસાબહેન પરમાર

ઉપપ્રમુખ- ચીમનભાઈ કટારા

 

ગીર સોમનાથ જિલ્લા પંચાયત- ભાજપ

પ્રમુખ- રૈયાબહેન ડાયાભાઈ જાલોન્દ્રા

ઉપપ્રમુખ- બાબુભાઇ વાઘેલા

 

પાટણ જિલ્લા પંચાયત- ભાજપ

પ્રમુખ- વિનુભાઈ પ્રજાપતિ  

ઉપપ્રમુખ- જોઈતીબહેન

 

દાહોદ જિલ્લા પંચાયત- ભાજપ

પ્રમુખ-યોગેશ પારગી

ઉપપ્રમુખ-ઇન્દિરાબહેન ડામોર

 

નવસારી જિલ્લા પંચાયત- ભાજપ

પ્રમુખ- અમિતા પટેલ

ઉપપ્રમુખ- મોહન હળપતિ

 

 

આણંદ જિલ્લા પંચાયત- કોંગ્રેસ

પ્રમુખ-નટવરસિંહ માહિડા

ઉપપ્રમુખ-વિનુભાઈ સોલંકી