AHMEDABAD માં મહિલાની પાંચ વર્ષના પુત્ર સાથે આત્મહત્યા, કારણ જાણીને આશ્ચર્યથી ચોંકી ઉઠશો
શહેરના રિવરફ્રન્ટ પરથી પરિણીતાએ પોતાના 5 માસના દીકરા સાથે મોતને વ્હાલું કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગૃહકંકાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરતા પોલીસે પતિ સહિત સાસરિયા સામે દુષ્પ્રેરણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિવરફ્રન્ટ ફરી એક વખત આત્મહત્યા માટેનું હોટસ્પોટ સાબિત થયું છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતા મનીષા મારૂએ પોતાના 5 માસના માસૂમ પુત્ર ધ્રુવ સાથે જીવન ટૂંકાવ્યું છે.
ઉદય રંજન/અમદાવાદ : શહેરના રિવરફ્રન્ટ પરથી પરિણીતાએ પોતાના 5 માસના દીકરા સાથે મોતને વ્હાલું કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગૃહકંકાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરતા પોલીસે પતિ સહિત સાસરિયા સામે દુષ્પ્રેરણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિવરફ્રન્ટ ફરી એક વખત આત્મહત્યા માટેનું હોટસ્પોટ સાબિત થયું છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતા મનીષા મારૂએ પોતાના 5 માસના માસૂમ પુત્ર ધ્રુવ સાથે જીવન ટૂંકાવ્યું છે.
વૃદ્ધને સાત જન્મે પણ ન મળે તેવી સુંદર યુવતીએ ફોન કરી કહ્યું તમારા પુત્રની માતા બનવું છે જો તમે...
16 તારીખના રોજ બપોરના સમયે ગૃહક્લેશથી ત્રસ્ત થઈને પોતાના દીકરા સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. જ્યાં ફાયર વિભાગે માતા પુત્રના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. જે અંગે પરિણીતાના ભાઈએ પરિણીતાના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
GUJARAT CORONA UPDATE: નવા 12,753 કેસ, 2,63,593 રસીના ડોઝ અપાયા, 5 નાગરિકોનાં મોત
મૃતક પરિણીતાના ભાઈ જતીન વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે કે, આશરે દોઢ વર્ષ પહેલાં તેની બહેન મનીષાએ રાજેશ મારૂ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે સમયે મનીષાના પરિવારજનોએ રાજેશ દારૂ પીવાની ટેવ ધરાવતો અને ઓછું ભણેલો હોવાથી લગ્નની ના પાડી હતી. જોકે પરિવારની મરજી વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હોવાથી પરિવારજનોએ સંબંધ તોડી નાખ્યા હતા. જોકે ગઈકાલે પોલીસે પરિવારજનોની જાણ કરતા મનીષાના પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
JETPUR માં સ્માર્ટ ચોર દ્વારા 21 લાખની એવી ઉઠાંતરી કે પોલીસ પણ વિચારતી થઇ ગઇ
લગ્નજીવનના સોનેરી સ્વપ્નો જોઈ માત્ર દોઢ વર્ષના લગ્નજીવન બાદ યુવતીએ જીવન ટૂંકાવ્યું છે. જોકે હવે તેના સાસરિયાઓ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. સાથે જ મૃતક માતાએ પોતાના 5 માસના દીકરાની હત્યા નિપજાવી હોવાથી પોલીસ માતા વિરુદ્ધ પણ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube