ગાંધીનગર: રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં એક મહિલાનાં આત્મહત્યાની ઘટના બની હતી. ગાંધીનગર સેકટર 5B ખાતે આ ઘટના બની હતી. જેમાં એક વ્યકિતએ જવલનશીલ પદાર્થ છાંટીને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજયું છે. ઘટનાને પગલે મહિલાનું મોત થયું કે આત્મહત્યા કરી કે કેમ. તે અંગે રહસ્ય અકબંધ છે. ઘટનાને પગલે સઘન તપાસ હાથ ધરાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર સેક્ટરમાં રહેતી આ મહિલાએ જ્વલનશીલ પદાર્થ છાટીને પોતાની જાતને આગ લગાડી દીધી હતી. એક રૂમમાં પોતાની જાતને બંધ કરીને આગ લગાડી દીધી હતી. મહિલા બળીને ભડથું થઇ ગઇ હતી. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુ કરી લેવામાં આવી છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા મોટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.


વધુમાં વાંચો...અમદાવાદ: ચાંગોદર પાસે ગેસની ટાંકી સાફ કરતા 3 શ્રમિકોના મોત, 2ની હાલત ગંભીર


મહિલાએ ક્યાં કારણોથી આત્મહત્યા કરી તે અંગે કોઇ પણ પ્રકારની માહિતી નથી મળી પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારોમાં વસતા લોકોનો ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આત્મહત્યા કરનારી મહિલાનું મોત થયું છે. અને પોલીસે તેનુ પોસ્ટમોટમ કરાવાની પ્રક્રિયા હાથ ધરી છે.