મહીસાગર : લુણાવાડા તાલુકાનાં હાડોડ પાસે અમદાવાદથી દાહોજ જતી એસટી બસમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા મહિલાની પ્રસુતી કરાવી અને માતાનો જીવ બચાવ્યો હતો. સફળ ડિલિવરી કરાવતા બસનાં પેસેન્જરો સહિત તમામ લોકોએ 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરીને વખાણી હતી. મેડિકલ ઇમરજન્સી માટે પહેલાથી જ 108 એમ્બ્યુલન્સની કામગીરી વખણાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોસ્વામી ગેંગનું જેલમાંથી ચાલતા ખંડણીના નેટવર્કનાં પર્દાફાશ બાદ સેન્ટ્રલ જેલના 2 જેલરની બદલી

મહિસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાનાં હાંડોડ પાસે અમદાવાદથી દાહોદ જઇ રહેલી બસમાં વિજયભાઇ ભુરિયા અને તેમનાં પત્ની મમતાબેન દાહોદ તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક રસ્તામાં મમતા બહેનને પ્રસવની પીડા ઉપડતા તેમના પતિએ કંડક્ટરને જણાવતા બસનાં કંડક્ટરે 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. 108ને કોલ મળતા જ  એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ચુકી હતી. જો કે મહિલાની પ્રસુતી 108માં જ કરાવવી પડે તેમ હતી. જેથી તત્કાલ ફિઝિશિયનનો સંપર્ક કરતા તેમની સલાહ સુચના અનુસાર પ્રસુતી કરાવી હતી. પ્રશંસનીય કામગીરી બદલ બસનાં તમામ લોકોએ 108ની ટીમનાં વખાણ કર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube