તૃષાર પટેલ/વડોદરા :વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં એક મહિલાનું લિફ્ટમાં ફસાઈને મોત નિપજ્યું હતું. આ મહિલાને એટલી ભયાનક હદે મોત મળ્યું હતું કે, તેનુ માથુ જ લિફ્ટમાં ફસાઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જર્મનીથી આવેલી લેડર મુંબઈ પોર્ટ પર ધૂળ ખાતી હતી, ત્યારે ફાયર બ્રિગેડને જલ્દી મંગાવવુ કેમ ન સૂઝ્યુ


પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના સરદાર એસ્ટેટમાં પ્લાસ્ટિકની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં ચામુંડા નગર વિસ્તારમાં રહેતા સુશીલાબેન વિશ્વકર્મા નામની મહિલા કચરા-પોતાનું કામ કરવા આવે છે. આજે સુશીલાબેન ફેક્ટરીમાં પોતાનુ કામ કરવા આવ્યા હતા, ત્યારે તેમની સાથે દુખદ ઘટના બની હતી. ફેક્ટરીમા માલસામાન ચઢાવવા માટે એક લિફ્ટ આવેલી છે, તેની બાજુમાં મૂકેલુ ટિફીન સુશીલાબેન લેવા ગયા હતા, ત્યારે તેમનુ માથુ લિફ્ટમાં ફસાઈ ગયું હતું. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમનુ મોત નિપજ્યું હતું. લિફ્ટમાં ફસાયેલ સુશીલાબેનનો મૃતદેહ જોઈને ફેક્ટરીમાં કામ કરતા અન્ય કામદારોમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી.


અમદાવાદની આ ઓરડી સાથે PM મોદીને છે ખાસ નાતો, જાણો શું છે રસપ્રદ વાત


 


ફાયર વિભાગ તથા પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને મહિલાના ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે, ફેક્ટરીમાં ગેરકાયેદસર રીતે લિફ્ટ લગાવવામાં આવી હતી, જેથી પોલીસે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે. તો બીજી તરફ, ગેરકાયદેસર બનાવવામાં આવેલી આ લિફ્ટનો ઉપયોગ માત્ર સામાન માટે જ કરવાનો હોય છે, તે માણસના ઉપયોગ માટે હોતી નથી. લિફ્ટને દરવાજો ન હોવાથી આ દુર્ઘટના ઘટી હતી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :