અમદાવાદ: બાપુનગરની સ્ટાર હોસ્પિટલમાં લિફ્ટમાં ફસાઇ જવાથી મહિલાનું મોત
શહેરની સ્ટાર હોસ્પિટલમાં ફરજ બજાવારી રહેલા એક માહિલા કર્મચારીનું ગુરૂવારે મોડી રાત્રે મોત થયું હતું.
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરની સ્ટાર હોસ્પિટલમાં ફરજ બજાવારી રહેલા એક મહિલા કર્મચારીનું ગુરૂવારે મોડી રાત્રે મોત થયું હતું. બાપુનગર પાસે આવેલી સ્ટાર હોસ્પિટલમાં લિફ્ટમાં ફસાઇ જવાથી મહિલાનું મોત થયું હતું. મૃતક મહિલાનું નામ અરૂણાબેન છે, તે હોસ્પિટલના કર્મચારી તરીકે ફરજ બજાવે છે. મહિલાના મોતથી પરિવારના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાના પરિવારે હોસ્પિટલ સામે આક્ષેપો કરતા મહિલાનો મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો હતો.