સુરતમાં તાવની બિમારીથી મહિલાનું મોત, ડેન્ગ્યુની ભીતીને લઇ તંત્ર દોડતું થયું
સુરતમાં શહેરમાં રોગચાળાનો હાહાકાર યથાવત છે. ત્યારે પાંડેસરા ખાતે તાવમાં સંકળાયેલી 23 વર્ષીય મહિલાનું તાવમાં મોત નિપજ્યું છે. મહિલાનું મોત થતા 2 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે
ચેતન પટેલ, સુરત: સુરતમાં શહેરમાં રોગચાળાનો હાહાકાર યથાવત છે. ત્યારે પાંડેસરા ખાતે તાવમાં સંકળાયેલી 23 વર્ષીય મહિલાનું તાવમાં મોત નિપજ્યું છે. મહિલાનું મોત થતા 2 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. શહેરમાં દિનપ્રતિદિન રોગચાળાના આકારને લઈ મૂળ અટક ના આંકડા વધારો જોવા મળી રહ્યો છે
આ પણ વાંચો:- અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વલસાડના દરિયામાં જોવા મળ્યો કરંટ, વરસાદની આગાહી
સુરતના પાંડેસરા ખાતે આવેલી જગન્નાથ સોસાયટીમાં રહેતા મૂળ ઝારખંડના વતની 23 વર્ષીય મોનીકા રાણાને તાવ આવતા છેલ્લા પાંચ દિવસથી સારવાર લાધી બાદ તેઓનું મોત નિપજ્યું છે. મહિલાનું મોત થતા 2 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે મૃતક મહિલાના ભાઇ પીન્ટુ રાણાએ જણાવ્યું હતું કે, તેઓની બહેનને તાવ આવતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.
આ પણ વાંચો:- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન
ત્યારબાદ તેઓની તબિયત વધુ લથડતા ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પીન્ટુ તેવાની બહેનનું મોતનું કારણ તાવ અને ડન્ગ્યુના લીધે થયું હોવાનું જાણાવ્યું હતું. તંત્રને ઘટનાની જાણ થતા તાત્કાલીક જગન્નાથ વિસ્તારમાં આવેલા આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક મહિલાના ઘરની આજુબાજૂમાંથી ઘરમાં ગરબાને પાણીના માટલામાં મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા.
આ પણ વાંચો:- કોંગ્રેસે ગરીબી હટાવવાના બદલે ગરીબોને હટાવ્યા છે: અમિત શાહ
તંત્ર દવાનો પાવડર છાંટી મચ્છરોનો નાશ કરી મચ્છરોના બ્રિડિંગ મળી આવેલ મકાનોના માલિકોને નોટીસ આપી હતી. તો બીજી તરફ શહેરમાં ડેન્ગ્યુનો હાહાકાર યથાવત છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓક્ટોબરમાંસમાં 450થી વધુ ડેન્ગ્યુના કેસ નાંધાયા હતા. સિવિલમાં ડેન્ગ્યુના 350 અને મેલેરિયાના 283 કેસ નોંધાયા હતા જ્યારે સ્મીમેરમાં ડેન્ગ્યુના 129 અને મેલરીયાના 210 કેસ નોંધાયા છે. તો બીજી બાજુ ખાનગી હોસ્પિટલમાં આ આંકડો મોટો હોવાની શક્યતા છે.
આ પણ વાંચો:- જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સામે નોંધાઇ ફરિયાદ, પોલીસે જાહેર કરી રેડ કોર્નર નોટીસ
ઉલ્લેખનીય એ છે કે મૃતક મહિલાના ઘરના વિસ્તાર ની આજુબાજુ માંથી મચ્છરોના બ્રિડિંગ મળી આવતા હોય અને મહિલાનું તાવ અને ડેન્ગ્યુના કારણે મોત થયા બાદ તંત્ર દ્વારા તપાસ કરી મચ્છરોનું બ્રિડિંગ નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય જો તંત્ર પહેલાથી જ શહેરના અનેક વિસ્તારોમાં ચોક્કસ રીતે યોગ્ય તજવીન હાથ ધરી કામગીરી કરતું હોય આવા કિસ્સાઓમાં અંકુશ લાવી શકાય છે.
જુઓ Live TV:-