Rajkot News રાજકોટ : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેટ ઓફિસમાં મહિલા કર્મચારીને રીલ બનાવવી ભારે પડી. મહિલા કર્મચારીએ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ચાર જેટલી રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા ઉઠી હતી, આખરે સિવિલ સુપ્રિટેન્ડેટે તપાસના આ આદેશ આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ અનેક યુવાઓ રીલ્સના રવાડે ચઢ્યા છે. એ કહેવુ જરાય ખોટુ નથી કે સરકારી કર્મચારીઓ પણ ભાન ભૂલી જાય છે, અને સરકારી ઓફિસોમાં બેસીને જ રીલ્સ બનાવે છે. ત્યારે રાજકોટની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આ કારણે વિવાદમાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર મહિલા કર્મચારીની રીલ્સને કારણે ચર્ચામાં આવી છે. 


ચાર ધારાસભ્યો તો ગયા, હવે કોનો વારો! એક જ મહિનામાં ગુજરાત વિધાનસભાનું ગણિત બદલાયું


સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નેશનલ હેલ્થ મઇશનની મહિલા કર્મચારીઓ તબીબી અધિક્ષકની ચેમ્બરમાં બેસીને એક નહિ, ચાર-ચાર રીલ્સ બનાવી હતી. તેના બાદ તેણે આ રીલ્સ પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી. 



લલિત વસોયાની સ્પષ્ટતા : પક્ષના નબળા સમયમાં પક્ષ છોડું તો મારી જનેતાનું ધાવણ લાજે


પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર તરીકે 8 વર્ષ પહેલા જ્યોતિ વાઘેલીના નિમણૂંક કરાઈ હતી. પરંતુ આ મહિલા કર્મચારી કામકાજ છોડીને ઓફિસમાં જ રીલ્સ બનાવતી હતી. 


ત્યારે સોશિયલ મીડિયામાં મૂકાયેલા આ રીલ્સથી વિવાદ ઉઠ્યો છે. ત્યારે સમગ્ર મુદ્દો બહાર આવતા જ તપાસના આદેશ અપાયા છે. 4-4 રીલ બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મૂકતાં સિવિલ સર્જન ડો. ત્રિવેદીએ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. તો બીજી તરફ રીલ બનાવનારી મહિલાએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામમાં જે એકાઉન્ટ છે એ મારું પર્સનલ છે.


સુરતમાં બોગસ ડોક્ટરે લીધો બાળકીનો જીવ, ડિગ્રી વગર ખોટી દવા અને ઈન્જેક્શન આપી દીધું