મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે એક મહિલા સાથે મોટો અકસ્માત થતો રહી ગયો હતો. ચાલુ ટ્રેને ચઢવા જતા એક મહિલાનો પગ લપસ્યો હતો. પરંતુ પોલીસ જવાન અને મુસાફરોને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.


તહેવારો પહેલા ગૃહિણીઓને મળ્યા ખુશીના સમાચાર, ફરી સિંગતેલના ભાવમાં ઘટાડો થયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10 પર ગુરુવારે રાત્રે 10.11 કલાક પર સોમનાથ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી હતી. આ ટ્રેન ચાલુ હતી ત્યારે જ એક મહિલાએ તેમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે તે નીચે ફસડાઈ હતી, અને ટ્રેન તથા પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગઈ હતી. પરંતુ ત્યા ઉભેલા મનીષ જાટ નામના પોલીસ જવાન તાત્કાલિક મહિલાની મદદે પહોંચ્યા હતા, તો કેટલાક લોકો પણ મહિલાને બચાવવા આગળ આવ્યા હતા, પોલીસ જવાન અને મુસાફરોએ મહિલાને અંદરથી બહાર કાઢી હતી. સમગ્ર બનાવ પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. 


નવસારી : લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવતા મહિલાને મૌલવીની મદદ લેવું ભારે પડ્યું 



ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા મુસાફરો માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે, તેમ છતા લોકો તેનુ પાલન કરતા નથી. ચાલુ ટ્રેનમાં ચઢવુ નહિ અને ચાલુ ટ્રેનમાં ચઢવુ જોખમી હોય છે છતા લોકો આવું રિસ્ક લેતા હોય છે. લોકોની આવી નિષ્કાળજી વિવિધ અકસ્માતોને આમંત્રણ આપે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :