સ્નેહલ પટેલ/ડાંગ :સેલ્ફી લેતા, ફોટો પાડતા સમયે અનેક લોકો ભાન ભૂલી જતા હોય છે અને મોટી મુસીફતને આમંત્રણ આપી દેતા હોય છે. ત્યારે ડાંગમાં સાપુતારા સનરાઇઝ પોઇન્ટ પર એક મહિલા પ્રવાસી ખીણમાં પડી હતી. કુદરતી સૌંદર્યના ફોટો લેતા સમયે પગ લપસી જતા મહિલા ખીણમાં ખાબકી હતી. આ મહિલા નાશિકની રહેવાસી હતી. જોકે, સદનસીબે તેનો જીવ બચ્યો હતો. મહિલા જે જગ્યાએ ખીણમાં નીચે પડી હતી, ત્યાં અધવચ્ચે ઝાડીઝાંખરા હતા. જ્યાં તે અટકી ગઈ હતી. જેને કારણે મહિલાનો જીવ બચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ : પેટાચૂંટણીમાં 6 બેઠકો માટે 49 ઉમેદવારોની દાવેદારી, ફાઈનલ નામ હાઈકમાન્ડને મોકલાશે


મહિલા નીચે પડતા જ સ્થાનિક સ્થાનિક યુવાનો અને નોટિફાઇડનો સ્ટાફ તરત મહિલાની મદદે દોડી આવ્યો હતો. મહિલાને ખીણમાંથી બહાર કાઢીને સાપુતારાના પીએચસીમાં સારવાર માટે લઈ જવાઈ હતી. મહિલાને કમરના ભાગે અને અન્ય નાની મોટી ઈજા થઈ છે. 


ઉલ્લેખનીય છે કે, સનરાઇઝ પોઇન્ટ ઉપર સંરક્ષણ દિવાલના અભાવે અકસ્માત થાય છે. પણ બીજી તરફ, લોકો પણ મોબાઈલમાં સેલ્ફી અને વીડિયો લેતા સમયે બેધ્યાન થઈ જાય છે. ભારતમાં સેલ્ફી લેતા સમયે મોત થયા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :