રવિ અગ્રવાલ/ વડોદરા: એક સંતાન માટે કેટલાંક દંપતિ પથ્થર એટલા દેવ કરતા હોય છે. ત્યારે વડોદરાના વાડી વિસ્તારની એક મહિલાએ રવિવારે રાત્રે 55 મિનીટમાં 4 બાળકોને જન્મ આપ્યો છે. 5 લાખ મહિલાઓમાં એક મહિલા એક સાથે ચાર બાળકોને જન્મ આપે છે. વડોદરા સયાજી હોસ્પિટલ અને વડોદરાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાડી મોડી વ્હોરવાડમાં રહેતા રૂકસારબાનુ ગુફરાન માગદખાને રવિવારે પેટમાં દુખાવો થતા પરિવારજનો તુરતજ સયાજી હોસ્પિટલ સ્થિત રૂકમણી ચૈનાની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબ ટીમની મદદથી રૂકસારબાનુંએ 55 મિનીટમાં 4 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં રાત્રે 1 કલાકે પ્રથમ પુત્રીને જન્મ આપ્યો હતો. તે બાદ 1.38 કલાકે બીજો પુત્ર, 1.39 કલાકે ત્રીજો પુત્ર અને 1.55 કલાકે ચોથા પુત્રને જન્મ આપ્યો હતો.


જાણો કોણ છે ‘અંબાણી પરિવારના ગુરુ’, ગુરુપૂર્ણિમાએ કોકીલાબેને કરી પૂજા-અર્ચના


જુઓ LIVE TV:



પિડીયાટ્રીક વિભાગના પ્રોફેસર ડો. શિલાબહેન ઐયરે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે એક મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો છે. જેમાં બાળકીનું વજન 1 કિ.ગ્રામ, બે બાળકોનું 1.200 કિ.ગ્રામ અને અન્ય એક બાળકનું વજન 1.100 કિ.ગ્રામ વજન છે. ચાર બાળકોને જન્મ આપનાર માતાની તબિયત સારી છે. નવજાત ચાર બાળકોને એન.આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યા છે. 5 લાખ મહિલાઓમાં એક મહિલા એક સાથે ચાર બાળકોને જન્મ આપવાનો દર છે. વડોદરાનો આ પ્રથમ કિસ્સો હોવાનું કહેવું મુશ્કેલ છે. પરંતુ, છેલ્લા 5 વર્ષમાં આ પ્રથમ કિસ્સો છે. તે વાત ચોક્કસ છે.