ગંદા ઈશારા કરનાર યુવકને મહિલાએ ચંપલથી માર માર્યો, સુરતનો video viral
સ્થાનિક લોકોમાંથી કોઈએ મહિલાનો વીડિયો બનાવ્યો હતો. કોઈએ તેને શેર કરતા આખરે આ વીડિયો લોકોના મોબાઈલમાં ફરતો થયો છે
ચેતન પટેલ/સુરત :સુરતના સિંગણપોર શાક માર્કેટ પાસે મહિલાની છેડતી કરનાર રોમિયોને જાહેરમાં મેથીપાક આપ્યો હતો. મહિલાને ગંદા ઈશારા કર્યા હોવાના આરોપસર મહિલાએ યુવકને ચંપલ ચંપલ લગાવીને માર માર્યો હતો. સ્થાનિકોના સમજાવ્યા બાદ રોમિયોને જવા દેવામાં આવ્યો. ત્યારે રોમિયોને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો : નવરાત્રિમાં મા અંબાની આરતી વિશે ગુજરાત સરકારે કરી મોટી સ્પષ્ટતા
પ્રાપ્ત માહિતી અનુસાર, સિંગણપોર શાક માર્કેટમાં આ ઘટના બની હતી. આ વીડિયો 28 સપ્ટેમ્બરનો હોવાનું કહેવાય છે. જ્યાં એક મહિલા શાક માર્કેટમાં આવી હતી. શાક માર્કેટ પાસે મજૂરી કામ માટે આવેલા મજૂરો પણ એકઠા થયા હતા. રોડ રોમિયો છેલ્લા કેટલાક સમયથી મહિલાને હેરાન કરી રહ્યો હતો, અને તેને ગંદા ઈશારા કરી રહ્યો હતો. આખરે મહિલાનો ગુસ્સો વધી જતા તેણે યુવકને ચંપલથી માર માર્યો હતો. આ જોઈને જાહેરમાં અનેક લોકો એકઠા થયા હતા. મહિલાએ યુવકને બધાની વચ્ચે માર માર્યો હતો. જેને જોવા મોટી સંખ્યામા લોકો એકઠા થયા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકોએ મહિલાને સમજાવી હતી.
આ પણ વાંચો : સુરતના વિદ્યાર્થીઓએ બનાવ્યો કોવિડ સ્પેશિયલ ગરબા ડ્રેસ
ત્યા સ્થાનિક લોકોમાંથી કોઈએ મહિલાનો વીડિયો બનાવ્યો હતો. કોઈએ તેને શેર કરતા આખરે આ વીડિયો લોકોના મોબાઈલમાં ફરતો થયો છે.