અલ્કેશ રાવ/બનાસકાંઠા :થરાદની મહિલાનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં ગુસ્સે ભરાયેલી મહિલાએ એક યુવકને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. મહિલાએ યુવકને જાહેરમાં ચપ્પલથી માર માર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના થરાદમાં એક મહિલાએ એક યુવકને ચંપલ વડે મેથીપાક આપ્યો હતો. બંને વચ્ચે ગાડીમાં બેસવા બાબતે બબાલ થઈ હતી. જેથી યુવકે મહિલાને અપશબ્દો કહ્યા તા. જેથી વિફરેલી મહિલાએ ભરબજારમાં યુવકને ચપ્પલથી ફટકાર્યો હતો. ત્યારે ત્યા ભીડમાં કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 



આ ઘટના ક્યારે બની છે, તે વિશે તો માહિતી નથી. પરંતુ હાલ તો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.