World AIDS Day 2024 ચેતન પટેલ/સુરત : માત્ર 22 વર્ષની ઉંમરે HIV પોઝિટિવના ન્યૂઝ મળે ત્યારે તમે તમારા જીવનને કઈ દૃષ્ટિએ જુઓ. કદાચ તમે તેને તમારા જીવનનો અંત સમજીને આ નિર્દયી પરિસ્થિતિને કોસ્યા રાખો પણ 20 વર્ષ પહેલા એક મહિલાને તેના જીવનની આ આપત્તિએ હજારો લોકોના ભવિષ્યને બદલવા પ્રેર્યા. તેમની એક મુહિમથી HIV પોઝિટિવ લોકો કે જે દવા માટે એક સમયે રાતના 2 વાગ્યાથી રાશનની જેમ લાઈન લગાવતા અને તે પછી પણ 8-10 હજાર ચૂકવવા પડતાં તે દવા આજે દેશભરમાં મફત મળી રહે છે. આજે રાજ્યના 84 હજાર અને દેશના 18 લાખ લોકો મફતમાં આ દવા મેળવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 વર્ષ પહેલા ગુજરાતની એક મહિલાના જીવનમાં એક આઘાતજનક સમાચાર આવ્યા. જ્યારે ડોક્ટરે જણાવ્યું કે તેઓ HIV પોઝિટિવ છે. જીવનને ટકાવી રાખવા માટે બોમ્બે દવાઓ લેવા જવી પડશે અને આ દવાઓનો માસિક ખર્ચ 25 હજાર રહેશે. બસ તકલીફ અહીં જ ખતમ નથી થતી. 2004 એક એવો સમયકાળ કે જ્યારે દેશના માત્ર ચાર શહેરોમાં જ HIVની દવાઓ ઉપલબ્ધ હતી અને આવા સમયે ગુજરાતમાં દરરોજ આ દવાઓ મળે તેની કલ્પના પણ કેવી રીતે કરવી? 


તેઓએ જણાવ્યું હતું કે, “એક HIV પોઝિટિવ વ્યક્તિ માટે દર મહિને રૂ. 2,000થી રૂ 8,000 સુધીની લાઇફ સેવિંગ દવાઓ જરૂરી હોય છે અને તેના માટે પણ રાતના 2 વાગ્યાથી રાશનની જેમ લાઈનમાં ઊભુ રહેવુ પડે. દરેક પાસે આટલો ખર્ચ ઉઠાવવાની ક્ષમતા હોતી નથી અને આટલી મોંઘી દવાઓ વિના જીવન બચાવવું અશક્ય બને છે. તે ઘડીએ જ મને એ હકીકતની સમજ પડી કે, ગુજરાતમાં હજારો HIV પીડિત દર્દીઓ એવા છે, જેઓ પૈસાની તંગીથી ઇલાજ ન કરાવી શક્તા હતા અને મને ખ્યાલ આવ્યો કે, મારે ફક્ત મારા માટે જ નહીં પરંતુ, હજારો લોકો માટે લડવાનું છે. આ અનુભવથી મેં નક્કી કર્યું કે, હું આ સ્થિતિ બદલી શકીશ. હું ચૂપ નહીં બેસું. આ દવાઓ મફત કરાવવાની લડત લડીશ. 


ભયાનક રીતે ત્રાટક્યું ફેંગલ વાવાઝોડું : ભારે વરસાદથી તબાહી મચી, ગુજરાતમાં પણ જોવા મળશે અસર


હજારો HIV પીડિત દર્દીઓની મદદ માટે તેઓએ ગુજરાતમાં એઇડ્ઝ એક સંસ્થા સ્થાપી. આ સંસ્થાનો ઉદ્દેશ ફક્ત એટલો જ હતો કે, પીડિત લોકોને ન્યાય મળે અને તેઓ સન્માનભર્યું જીવન જીવી શકે. મફત દવાઓ માટે આ મહિલા દર્દીએ લરકારી કચેરીઓમાં પત્રો લખવાનું શરૂ કર્યું


એક નહિ, બે નહિ, 300થી વધુ પત્રો તેમણે પોતાનું દુઃખ અને ગુજરાતના પીડિતોનું ભવિષ્ય આ પત્રોમાં રેડી દીધું. ઘણા વખત સુધી પરિપત્ર ફાઇલોમાં અટવાઈ રહ્યો. ક્યારેક “મંજૂરી નહીં મળે” તો ક્યારેક “કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો જ કામ થશે” જેવા જવાબ મળતા. તેઓએ હાર ન માનીને બે વર્ષ સુધી સતત સંઘર્ષ કર્યો. આખરે તેમના પરિશ્રમને સફળતા મળી. પ્રથમ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં HIVની દવા મફત મળી. સમગ્ર ગુજરાતમાં એ દવા મફત થવા લાગી. એચઆઈવી દર્દી આટલેથી જ અટકી નહોતા ગયા. તેઓએ વધુ એક માંગણી કરી કે, દવા લેવા આવતા દર્દીઓને ગાડી ભાડું આપવામાં આવે. આ માંગણી પણ સ્વીકારી લેવામાં આવી. 


આજે ગુજરાતમાં 86,000થી વધુ પોઝિટિવ દર્દીઓ આ મહિલાની આ ભગીરથ લડતના કારણે મફત દવાઓ મેળવી રહ્યા છે. તેમના પ્રયત્નોથી માત્ર દવાઓ મફત જ નહીં થઈ પણ HIV પોઝિટિવ દર્દીઓને દર વર્ષે લેવામાં આવતી બ્લડ ટેસ્ટ પણ મફતમાં કરવામાં આવી છે. અગાઉ આ ટેસ્ટ માટે દર વર્ષે ₹8,000 થી ₹10,000 સુધીનો ખર્ચ થતો હતો, જે આજે મફત ઉપલબ્ધ છે. 


આ મહિલા પોતાના જીવનનો સંદેશ જણાવતા કહ્યું કે, દુર્ભાગ્ય કે તકલીફો જીવનનો અંત નથી. તેમણે પોતાનું જીવન આશામાં ફેરવ્યું અને બીજાને જીવવા માટેનું માર્ગદર્શન આપ્યું. આજે તેઓ ગુજરાતના હજારો લોકો માટે માત્ર એક નામ નથી પરંતુ, આશાનું પ્રતિક છે. તેમની કહાણી જણાવે છે કે, જ્યારે એક માણસ પોતાના માટે નહીં પરંતુ, સમાજ માટે જીવવાનું નક્કી કરે છે ત્યારે વિશ્વ પણ તેના પગલાંને સાથ આપે છે.આજની તારીખે તેઓ લાખો લોકો માટે માત્ર એક પ્રેરણા છે. આ છે એક મહિલાની મજબૂત લડત અને તેની મનુષ્યતાની કહાની, જેણે ગુજરાતના લાખો HIV દર્દીઓનું જીવન બદલાવી દીધું.


હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધા