વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી
Vadnagar News : વડનગરની એક મહિલાએ છેલ્લાં 35 વર્ષથી સૂર્યપ્રકાશ કે બહારની દુનિયા જોઈ ન હતી... સમાજ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા મહામહેનત રેસ્ક્યૂ કરીને મહિલાને બહારની દુનિયામાં લાવવામાં આવી
Vadnagar News : પ્રધાનમંત્રીના જન્મસ્થળ વડનગરથી એક હચમચાવી દેતી કહાની સામે આવી છે. કોઈ વ્યક્તિ પોતાની જાતને એક રૂમમાં કેટલો સમય કેદ કરી શકે. એક અઠવાડિયું, એક મહિનો કે પછી એક વર્ષ. પરંતું કોઈ 35 વર્ષ સુધી એક ઓરડીમાં કેદ રહે તો માનવામાં ન આવે તેવી વાત છે. 35 વર્ષ સુધી આ મહિલાએ ઓરડીની બહારની દુનિયા ન જોઈ. 35 વર્ષ સુધી આ મહિલાએ સૂર્યપ્રકાશ ન જોયો. વડનગરમાં સમાજ સુરક્ષા વિભાગની ટીમે આવી જ એક મહિલાનું રેસ્ક્યૂ કર્યું, જે 35 વર્ષથી એક જ ઘરમાં કેદ રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા વિભાગની ટીમે વડનગરમાં ગુમનામીમાં જીવતા એક નગરશેઠની દીકરીને બહારની દુનિયા બતાવી. વડનગરના એક શેઠની આ દિકરી, જેના લગ્ન અમેરિકામાં થયા હતા, જેઓ એક સમયે બિલ્ડર રહી ચૂક્યા છે તેવા રાજેશ્વરીબેનને બહાર લાવવાના પ્રયાસ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યા હતા. આખરે તેમને ઓરડીમાંથી બહાર લાવવાની મહેનત રંગ લાવી હતી. પરંતું આ મહિલાના જીવનમાં જે વીત્યું તે સાંભળીને ભલભલાના રુંવાડા ઉભા થઈ જાય.
જાણવા મળ્યું કે, આ મહિલાનું નામ રાજેશ્વરી છે. 22 વર્ષની વયે તેમના લગ્ન અમેરિકામાં થયા હતા. જ્યાં લગ્નજીવનમાં તેમને એક દીકરો અને દીકરી હતી. પરંતું લગ્નજીવનના પાંચ વર્ષ બાદ પતિએ રાજેશ્વરીને તરછોડી દીધી હતી. તેના બાદ તે અમેરિકામાં વર્ષો સુધી રખડતી ભટકતી જિંદગી જીવતા હતા. અમેરિકન પોલીસે રાજેશ્વરીના મુંબઈ રહેતા એક સગાનો સંપર્ક સાધ્યો હતો, જેથી રાજેશ્વરી અમેરિકાથી વડનગર પરત ફર્યા હતા. અહીં તેઓએ પિતાને પણ ગુમાવ્યા હતા, જેના બાદ તેઓ સ્ક્રીત્ઝોફેનિયાનો શિકાર થયા હતા. ત્યારથી તેઓ એકલવાયું જિંદગી જીવવા લાગ્યા. નાનકડા રૂમમાં રહીને જિંદગી પસાર કરવા લાગ્યા. બહારની દુનિયા સાથે સંપર્ક કાપી નાંખ્યો. તેમની દુનિયા એક ઓરડી સુધી સમેટાઈ ગઈ હતી.
સમાજ સુરક્ષાની ટીમને આ વિશેની જાણ થતા તેઓ છેલ્લાં 6 મહિનાથી રાજેશ્વરીબેનને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ માટે તેઓ રાજેશ્વરીબેનને વિવિધ પ્રલોભનો પણ આપતા હતા. રાજેશ્વરીભાઈને મનાવવા માટે તેમના દૂરના ભાઈને બોલાવાયા હતા. જેમની વાત માનીને આખરે રાજેશ્વરીબેન માની ગયા હતા અને તેઓ મકાનની બહાર આવ્યા હતા.
તેમની ઓરડી જોઈને સમાજ સુરક્ષા વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. સાંડી જગ્યામાં શૌચક્રિયાના ઢગલા પડ્યા હતા. પાડોશીએ આપેલ એઠવાડના ઢગલા હતા. આખા રૂમમાં શૌચક્રિયાની વાસ આવતી હતી. આ દ્રશ્યો જોઈ ટીમના રુંવાડા ઉભા થઈ ગયા હતા.
આ બાદ રાજેશ્વરીબેનને પોતાની આપવીતી સંભળાવી હતી. જે ભલભલાને રડાવી દે તેવી છે.