હિલત પારેખ/ ગાંધીનગર: એક સમયે સરકારી ભરતીમાં (Government Recruitment) ગેરરીતિ બદલ થયેલા આંદોલનનો (agitation) હિસ્સો બનનાર મહિલા જ સરકારી નોકરીના નામે ઠગાઈ (Fraud) કરતા પોલીસના (Police) ઝપાટે ચઢી ગઈ છે. સરકારી નોકરી (Government jobs) આપવાના બહાને અઢીસોથી વધુ ઉમેદવારોને છેતરનાર ઠગ ટોળકીની ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી નકલી આઈકાર્ડ સહિત સ્ટેમ્પ તથા અન્ય મુદ્દામાલ સાહિત કુલ સવા બે લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતના (South Gujarat) વિવિધ જિલ્લાઓમાંથી સરકારી નોકરી (Gandhinagar Police) વાંચ્છુક યુવાનો સાથે ઠગાઈ કરતી ટોળકી પોલીસના હાથે ઝડપાઇ ગઈ છે. 10 હજારથી અઢી લાખ સુધીની રકમ પડાવી ઠગ ટોળકી (Fraud) ગ્રામ સેવક, તલાટી, જુનિયર ક્લાર્ક (Junior Clerk), મામલતદાર અને નાયબ કલેકટરની (Deputy Collector) નોકરી આપવાના વાયદા કરતી હતી. પરંતુ ગાંધીનગરની ઇન્ફોસિટી પોલીસને (Gandhinagar Police) બાતમી મળતા ટોળકીના પાંચેય સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી જેમની પ્રાથમિક પૂછપરછમાં અનેક બાબતો સામે આવી છે.


આ પણ વાંચો:- અમદાવાદીઓને AMC નું વધુ એક નવું નજરાણું, અહીં પક્ષીઓના કલરવ સાથે કુદરતી વાતાવરણનો થશે અનુભવ


ઠગ ટોળકીમાં રહેલી મહિલાનું નામ હેતવી પટેલ છે. જે મુખ્ય ભેજાબાજ હોવાનું હાલ પોલીસ પ્રાથમિક તપાસના અંતે માની રહી છે. પોલીસે મહિલા પાસેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અલગ અલગ હોદ્દા વાળા આઈ કાર્ડ જપ્ત કર્યા છે. મહિલા એક સમયે સરકારી ભરતીના આંદોલનમાં પણ ગાંધીનગર આવી ચૂકી છે. ઠગ ટોળકીના સભ્યો વલસાડ જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારના છે જેથી ટોળકીની ઠગાઈનો તો ભોગ બનનાર ઉમેદવારો પણ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના હોવાનું બહાર આવ્યું છે.


આ પણ વાંચો:- લુટેરી દુલ્હન: પહેલા પતિ સાથે 15 દિવસમાં લીધા ડિવોર્સ, બીજા પતિના ઘરેથી લુંટ ચલાવીને ફરાર


પોલીસ ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઠગાઇનો ભોગ બનેલા 260 ઉમેદવારોના નિવેદનના આધારે પોલીસ આરોપીઓની એમઓનું અન્ય કોઈ ભોગ બન્યું છે કે કેમ કે ટોળકીના અન્ય કોઈ સભ્યો બાબતે તપાસ શરૂ કરી છે જેમાં વધુ કેટલીક બાબતો સામે આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube