હિમાશું ભટ્ટ/ મોરબી: મોરબીના (Morbi) કબીર ટેકરી વિસ્તારમાં રહેતો યુવાન ગુમ (Missing Youth) થઈ ગયો હતો જેની હત્યા (Murder) કરવામાં આવી હોવાની હકકીત પોલીસને મળી હતી. જેના આધારે ગુમ થયેલા યુવાનની પત્નીને જેની સાથે પ્રેમ સંબંધ હતો તે શખ્સનાં ઘર પાસે પોલીસ (Morbi Police) દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેના ઘરની પાછળના ભાગમાંથી ગુમ થયેલા શૈલેષ અગેચાણીયાની લાશ જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવી હતી અને આ બનાવમાં મૃતક યુવાનની બહેને હાલમાં તેની ભાભી અને તેના પ્રેમીની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી મહિલા અને તેના પ્રેમીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના (Morbi) સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગર વિસ્તારમાં બુટલેગરના (Bootlegger) રહેણાંક મકાનની પાછળ યુવાનને મારીને દાટી દેવામાં આવેલ છે તેવી હકકીત ગુમ થયેલ યુવાન શૈલેષ અગેચાણીયાના પરિવારજનોએ મોરબી એસપીને (Morbi SP) આપી હતી. જેના આધારે એલસીબી (LCB) અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બુટલેગર યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષ અગેચાણીયાએ તેના બુટલેગર પ્રેમી જુમા સાજણ માજોઠી રહે. કાંતિનગર વાળાની સાથે મળીને પોતાના જ પતિ શૈલેષ અગેચાણીયાનું કાસળ કાઢી નાખ્યું હતું.


આટલું જ નહીં પ્રેમીના ઘરની પાછળના ભાગમાં આવેલ અવાવરુ જગ્યામાં જ મૃતક યુવાન શૈલેષ અગેચાણીયાની લાશને દાટી દેવામાં આવી હતી જેને પોલીસ (Morbi Police) દ્વારા બહાર કાઢીને પીએમ માટે લાશને ખસેડી છે અને મૃતક યુવાનની બહેન સુમીતાબેન સંજયભાઈ કંબોડિયા જાતે કોળી (૨૫) રહે. દૂધસાગર રોડ શિવાજીનગર શેરી નંબર-૫ વાળાની ફરીયાદ ઉપરથી મૃતક યુવાનની બુટલેગર (Bootlegger) પત્ની તથા તેના બુટલેગર પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે


આ પણ વાંચો:- નાશાના કાળા કારોબારનું એપી સેન્ટર બન્યું રાજકોટ, ગાંજાના જથ્થા સાથે 2 ની ધરપકડ


આ બનાવની સિલસિલાબંધ માહિતી જોઈએ તો મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી દેશીદારૂનું સામ્રાજ્ય ચલાવતાં અને સામાકાંઠે માળીયા ફાટક પાસેના કાંતિનગરમાં અને મોરબી તાલુકા વિસ્તારના લાલપર-રફાળેશ્વર અને જાંબુડીયામાં દેશી દારૂનું મોટું નેટવર્ક ધરાવતા જુમા સાજણ માજોઠી અને તેની ઘરમાં રહેતી યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષ અગેચાણીયા નામની મહિલા બુટલેગરે મળીને યાસ્મીનના પતિ શૈલેશ અગેચણીયા જાતે કોળીનું મર્ડર કરી નાંખ્યું છે.


પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તા. ૨૭-૨ ના રાત્રીના અગિયાર વાગ્યાથી શૈલેષ અગેચાણીયા રહે. કબીરટેકરી વાળો ગુમ થયો હતો જે અંગે તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે તપાસ શરૂ કરી હતી તેવામાં ગુમ થયેલ યુવાનની બહેન સહિતના પરિવારે ગુમ થયેલા શૈલેષની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષ અગેચાણીયા કે જે મોટા પાયે દેશી દારૂનો ધંધો કરે છે તેની સામે આંગળી ચીંધી હતી કેમ કે, આઠ-દસ મહિનાથી યાસ્મીન તેના પતિ શૈલેષ કોળીને મૂકીને દારૂના ધંધાર્થી જુમા સાજણ માજોઠી રહે.કાંતિનગર માળીયા ફાટક પાસે રહેતી હતી.


આ પણ વાંચો:- Vadodara માં સોની પરિવારના 6 સભ્યોએ એક સાથે પીધી ઝેરી દવા, ત્રણના મોત ત્રણની હાલત ગંભીર


અત્રે ઉલેખનીય છે કે, યાસ્મીન ઉર્ફે આરતીના લગ્ન અગાઉ સંજય કોળી નામના યુવાન સાથે થયા હતા અને સંજયનું મોત થતાં આરતીએ તેના દિયર શૈલેષ અગેચાણીયા કોળી સાથે દિયર વટુ કર્યું હતું અને તેની સાથે રહેતી હતી બાદમાં આરતીની આંખ જુમા સાજણ માજોઠી સાથે મળી હતી. જેથી યાસ્મીન ઉર્ફે આરતી પોતાના પતિ શૈલેષને છોડીને સાજણ માજોઠીના ઘરે રહેતી હતી અને આરતી જયા તેના પ્રેમી સાથે રહેતી હતી તે ઘરની પાછળથી જ હાલમાં શૈલેષની લાશ મળી છે જેથી કરીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે


હાલમાં મૃતક યુવાનની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી અને તેના પ્રેમી સામે ફરિયાદ લઈને પોલીસે તેને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી મહિલાએ તેના પતિ શૈલેષ કોળીને કાંતિનગરમાં જુમા સાજણ માજોઠીના ઘરમાં બોલાવ્યો હતો જેથી શૈલેષ તેના ઘરે ગયો હતો ત્યારે શૈલેષની પત્ની યાસ્મીન અને તેના પ્રેમી જુમ્મા સાજણ માજોઠીએ એકસંપ કરીને શૈલેષની હત્યા કરી હતી અને પછી તેને દાટી દીધો હતો જો કે હત્યા કેવી રીતે કરી હતી અને શા માટે કરી તે આરોપી પકડાશે પછી જ સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube