ઝી મીડિયા/બ્યૂરો: રાજકોટમાં એક પરિણીતાએ તેના સાસરીયાના 7 લોકો વિરૂધ મહિલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેમાં મહિલાએ સાસરીયા દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત મહિલાએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ અમે ગોવા ફરવા ગયા હતા. જ્યાં મારા પતિએ મને ટુંકા કપડા કેમ નથી પહેરતી કહીં મારી સાથે ઝગડો કર્યો અને કહ્યું કે તારે ટુંકા કપડા પહેરવા હોય, તો જ મારી સાથે રે નહી તો તું એકલી રે. ત્યારબાદ ગોવામાં અમે દસ દિવસ રોકાયા હતા. ત્યાં પણ તેણે મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા લગ્ન તા. 05 મે 2018 ના રોજ દેવાશું જેન્તીભાઈ ભૂવા સાથે થયા હતા. લગ્ન બાદ અમે ગોવા ફરવા ગયા હતા. ગોવામાં મારા પતિએ મને ટુંકા કપડા કેમ નથી પહેરતી તેમ કહીં મારી સાથે ઝગડો કર્યો હતો અને તારે ટુંકા કપડા પહેરવા હોય, તો જ મારી સાથે રહે નહી તો તું એકલી રે. ત્યારબાદ અમે દસ દિવસ ગોવામાં રોકાયા હતા. ત્યાં પણ તેણે મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું હતું.


આ પણ વાંચો:- વડોદરાના સોની પરિવારના આપઘાત કેસમાં નવો ખુલાસો, જાણો શું થયું હતું પરિવાર જોડે


ગોવાથી અમે પાછા આવ્યા મારા સાસુને મેં બધી જ વાત કરી હતી. ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, દેવાશું પહેલાથી જ એવો છે. મેં તેમને એવું પણ કહ્યું હતું કે, તે મને ગાળો કેમ આફે છે. ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, દેવાશું તારી સાથે લગ્ન કરવા નહોતો ઇચ્છતો એટલે તે તારી સાથે આવું વર્તન કરી રહ્યો છે. ચિંતા ના કર થોડા દિવસમાં સારું થઇ જશે. આ બનાવને થોડા દિવસ થયા બાદ હું મારા નંણદના ઘરે જમવા ગઈ હતી તે સમયે પણ રસ્તામાં મારી સાથે દેવાશુંએ ઝગડો કર્યો હતો અને કહ્યું હતું કે, તને ભાન નથી પડતી કે તુ મને ગમતી નથી અને તુ અહીંથી ચાલી જા નહીં તો હું તને ખટારા નીચે નાખી દઈશ. આટલું કહીને બાઈકની સ્પીડ વધારી મને ડરાવી દીધી હતી.


આ પણ વાંચો:- બુટલેગર પ્રેમી સાથે મળીને મહિલાએ કરી તેના પતિની હત્યા, દટાયેલી મળી લાશ


વધુમાં જણાવ્યું હતું કે, મારા સાસુએ એક દિવસ મને વાડીએ વહેલી આવવા માટે કહ્યું હતું. જેથી હું સવારે 4 વાગે ઉઠી ઘરનું કામ પતાવી વાડીએ પહોંચી હતી. ત્યારે મારા સાસુ સસરા કહેતા હતા કે, તારે કામ નથી કરવું એટલે તુ મોડી આવે છે અને આવા ઢોંગ કરે છે. તેમ કહીને મને અપશબ્દો બોલ્યા હતા. આ બધાથી ત્રાસીને હું મારા પિતાના ઘરે જતી રહી હતી.


આ પણ વાંચો:- નાશાના કાળા કારોબારનું એપી સેન્ટર બન્યું રાજકોટ, ગાંજાના જથ્થા સાથે 2 ની ધરપકડ


રાજકોટના કુચિયાદળ ગામે સાસરીમાંથી પોતાના ઘરે પરત ફરેલી મહિલાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ, સસરા, નંણદ સહિત કુલ સાત લોકો સામે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ કરતા ASIએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube