જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) શહેરના છેવાડે આવેલા પોશ વિસ્તારમાં એક મહિલાની હત્યાનો બનાવ બન્યો છે. એસજી હાઈવે પર આવેલ અગોરા મોલ પાસે આવેલા એટલાન્ટિસ પાર્કના બીજા માળે ગઈકાલે રાત્રે એક મહિલાની હત્યા (Murder) થતા ચકચાર મચી જવા પામી છે. હાલ અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યા કયા કારણોસર થઈ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.


સિંહોના વાયરલ થયેલા એકસાથે 3 Videoને જોવાનો લ્હાવો ચૂકતા નહિ, આ રહ્યાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલાજી આગોરા મોલ પાસેના પાર્શ્વનાથ એટલાન્ટિક ફ્લેટના બ્લ્યુ એચ બ્લોકના મકાન નમ્બર 201માં હત્યાનો બનાવ બન્યો છે. 26 વર્ષીય ગુંજન શર્મા નામની મહિલા ગઈકાલે તેમના ઘરે તેમની દીકરી સાથે ઘરે એકલા હતા ત્યારે બપોરથી સાંજના સમયે અજાણ્યા શખસોએ આવીને હથિયારથી હત્યા કરી નાખી. સાંજે ગુંજનના પતિ ઘરે આવ્યા ત્યારે પત્ની ગુંજન બહાર લોહીથી ખદબદ હાલતમાં હતી અને દીકરી રૂમમાં બંધ હતી. આ અંગે અડાલજ પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આખરે આ હત્યા ચોરી કે લૂંટના ઇરાદે થઈ કે અન્ય કોઈ કારણથી હત્યા કરાઈ એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...