• રાઇડ દરમિયાન દુરૈયા તપિયા પોતે સતત 35 દિવસ સુધી ટ્રક ડ્રાઈવ કરશે

  • આ દરિમયાન તે 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિમીની સફર ખેડશે

  • 13 રાજ્યોની સફર દરમિયાન દુરૈયા જે તે રાજ્યોના ડેલિગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓ પણ મળશે


ચેતન પટેલ/સુરત :બાઇકર્સ તરીકે વિખ્યાત સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયા વધુ એક સાહસ ખેડવા જઈ રહી છે. 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ (truck ride) પર નીકળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના સ્વચ્છ ભારત અભિયાન, સશક્ત નારી, સશક્ત ભારત અને આત્મનિર્ભર ભારત (aatmanirbhar bharat) મિશનની સાથે જ કોવિડ-19 થી સુરક્ષિત રહેવાના સંદેશને જનજન સુધી પહોંચાડવા આ દેશવ્યાપી રાઇડનું દુરૈયા તપિયાએ આયોજન કર્યું છે.વોરા સમાજની 42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયા 26 જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર નીકળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26મી જાન્યુઆરીના રોજ સુરત (surat) ના સાંસદ દર્શના જરદોષ ફ્લેગ ઓફ  કરી અને દુરૈયાના રાઇડની શરૂઆત કરાવી હતી. રાઇડ દરમિયાન દુરૈયા તપિયા પોતે સતત 35 દિવસ સુધી ટ્રક ડ્રાઈવ કરશે. આ દરિમયાન તે 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિમીની સફર ખેડશે. દૂરૈયા તપિયા આ સાહસ વિશે જણાવ્યું હતું કે, આ રાઇડનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન (swachh bharat) , સશક્ત નારી (women power), સશક્ત ભારત અને આત્મનિર્ભર અભિયાન (aatmanirbhar bharat) ને જન જન સુધી પહોંચડવાનો છે. સાથે જ ગામડાઓની પ્રજાને કોવિડ-19 (covid 19) મહામારી પ્રત્યે જાગૃત કરવાનો છે. આ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોને નિશુલ્ક માસ્ક, સેનેટાઇઝેર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરવાની સાથે જ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાશે.


આ પણ વાંચો : Gujarat Local Body Polls : 6 પાલિકામાંથી આવેલા 7000 ફોર્મમાંથી ભાજપ કોને કોને ટિકીટ આપશે? 


અંતિમ ડેસ્ટિનેશન કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હશે
13 રાજ્યોની સફર દરમિયાન દુરૈયા જે તે રાજ્યોના ડેલિગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓ પણ મળશે. ઠેકઠેકાણે દુરૈયાનું સ્વાગત પણ થશે. રાઇડનું અંતિમ ડેસ્ટીનેશન કેવડિયાનું Statue of Unity હશે અને ત્યારબાદ સુરત ખાતે રાઇડનું સમાપન થશે. 



દુરૈયા તપિયાએ સતત ત્રણ મહિના સુધી આ રાઈડ માટે ટ્રેનિંગ લઈને લાઈસન્સ મેળવ્યું હતુ. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દુરૈયાને આ સાહસ માટે શુભેચ્છા પાઠવી છે. 35 દિવસ સુધી એકલા હાથે ટ્રક ચલાવી 13 રાજ્યોની સફર ખેડવા માટે દુરૈયા તપિયાએ પ્રોફેશનલ ડ્રાઈવરની જેમ ટ્રેનિંગ લઈ હેવી લાઈસન્સ મેળવ્યું છે.


આ પણ વાંચો : પિતાએ બોરની ખેતીની રાહ ચીંધી, અને દીકરો તેને લાખોની કમાણી સુધી લઈ ગયો  


કોઈ મહિલા જ્યારે હાઇવે પર જાતે ટ્રક હંકારીને હજારો કિમીની સફર ખેડે તે ગૌરવની વાત છે.  દુરૈયા તપિયાએ આ વિશે જણાવ્યું કે, સામાન્ય રીતે ટ્રક ચલાવવું એ પુરુષોનું કામ છે, ત્યારે મારા માટે આ મુશ્કેલ જરૂર હતું પણ અશક્ય ન હતું. એટલે જ ત્રણ મહિના સુધી ટ્રક ચલાવવાનું શીખ્યા બાદ આરટીઓમાં હેવી લાઈસન્સ માટેની પ્રોસેસ કરી હેવી લાઈસન્સ મેળવ્યું અને અને હવે રાઇડ માટે તૈયાર છું. મહિલા જ્યારે હાઇવે પર જાતે ટ્રક હંકારીને હજારો કિમીની સફર ખેડશે આ એક ગૌરવની વાત છે.


દુરૈયા તપિયા સુરતમાં બાઇકર્સ (bike ride) તરીકે પ્રખ્યાત છે. તેઓ અનેક બાઈક સાહસ કરી ચૂક્યા છે. ભારત ભ્રમણ સાથે જ સિંગાપોર સુધી બાઇક રાઇડ કરી ચૂક્યા છે. 


આ પણ વાંચો : Viral Video : 6 વર્ષના પાંડેજીને લગ્ન કરવા છે, અને પરિવારને મોટો કરવો છે